________________
૩૨૪
૦ ઋષિદાસ આદિ કથા :–
((૧) ઋષિદાસ, (૨) પેલ્લકકુમાર, (૩) રામપુત્ર, (૪) ચંદ્રિકા, (૫) પૃષ્ટિમાતૃક, (૬) પેઢાલપુત્ર, (૭) પોફિલ અને (૮) વેહલકુમાર આ પ્રમાણે આઠ કથાનકો અહીં સાથે જ આપેલા છે.)
આ પ્રમાણે સુનક્ષત્ર અણગારની કથા સમાન ઋષિદાસ આદિ આઠે કથાનકો
જાણવા.
-
– વિશેષતા ફક્ત એટલી છે કે—
G
– (૧) ઋષિદાસ અને (૨) પેહ્લકકુમાર બંને રાજગૃહનગરમાં ઉત્પન્ન થયા.
– (૩) રામપુત્ર અને (૪) ચંદ્રિમ એ બંને સાકેતપુરમાં ઉત્પન્ન થયા.
– (૫) સૃષ્ટિમ અને (૬) પેઢાલ પુત્ર એ બંને વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયા. – (૭) પોટ્ટિલ (પુટ્ઠિલ) હસ્તિનાપુરે ઉત્પન્ન થયો.
– (૮) વેહલકુમાર રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. ઉપરોક્ત ધન્ય આદિ નવ કુમારોની માતાનું નામ ભદ્રા હતું. એ નવેને પ્રીતિદાનમાં બત્રીશ—બત્રીશ વસ્તુઓ મળી હતી. નવેનું નિષ્ક્રમણ થાવચ્ચાપુત્રની માફક થયું હતું.
-
માત્ર વેહલ (વિહલ) કુમારનો નિષ્ક્રમણ મહોત્સવ તેના પિતાએ કર્યો હતો. વેહલ્લ અણગારે છ માસ પર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું.
ધન્ય અણગારે નવ માસ પર્યંત શ્રમણપર્યાયનું પાલન કરેલું હતું.
એ સિવાયના સુનક્ષત્રથી પુટ્ઠિલ પર્યંતના આઠે કુમારોનો શ્રમણ પર્યાય ઘણાં વર્ષોનો હતો.
-
આગમ કથાનુયોગ-૩
આ દશે અણગારોએ એક માસની સંલેખના કરેલી.
ધન્ય આદિ દશે અણગારો સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. ધન્ય આદિ દશે અણગારો (દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને) મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે યાવત્ – સર્વે દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :
-
-
અનુત્ત. ૮, ૯, ૧૩;
(પુરિન નો ઉલ્લેખ ઠા. ૮૭૦ની વૃ.માં પણ છે.)
X* = X
――――――
૦ સુબાહુકુમાર કથા :
તે કાળ, તે સમયે હસ્તિશીર્ષ નામનું નગર હતું. તે ઋદ્ધિ સંપન્ન, સ્વચક્ર—પરચક્ર આદિ ભયરહિત અને સમૃદ્ધ હતું.
તે હસ્તિશીર્ષ નગરની બહાર ઈશાન ખૂણામાં પુષ્પ કરંડક નામનું ઉદ્યાન હતું. તે સર્વ ઋતુઓના પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું, ઇત્યાદિ.
ત્યાં કૃતવનમાલપ્રિય યક્ષનું યક્ષાયતન હતું – યાવત્ – તે દિવ્ય અને દર્શનીય હતું. તે હસ્તિશીર્ષ નગરમાં મહાન્ હિમવંત, મલયગિરિ, મંદરાચલ અને મહેન્દ્ર આદિ સમાન શ્રેષ્ઠ અદીનશત્રુ નામે રાજા હતો. તે અદીનશત્રુ રાજાને ધારિણી આદિ ૧૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org