________________
શ્રમણ કથાઓ
૩૨૩
૦ સુનક્ષત્ર કથા :
તે કાળ, તે સમયે કાકંદી નગરી હતી, જિતશત્રુ નામે રાજા હતો.
તે જ કાકંદી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિની રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન – થાવત્ – અપરિભૂતા હતી.
તે ભદ્રા સાર્થવાહિનીને સુનક્ષત્ર નામનો બાળક પુત્ર હતો. જે પાંચે ઇન્દ્રિયોથી અહીન અને પરિપૂર્ણ હતો – યાવત્ – સુરૂપ હતો. જે પ્રમાણે ધન્યકુમારમાં કહ્યું હતું તે પ્રમાણે પાંચ ધાવમાતા દ્વારા તેનું લાલનપાલન કર્યું. બત્રીશ વસ્તુ પ્રીતિદાનમાં મળી – થાવત્ – ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં વિચારવા લાગ્યો.
તે કાળે, તે સમયે સ્વામી (શ્રમણ ભગવંત મહાવીર) સમોસર્યા – યાવતું – સમવસરણ રચાયું. જે પ્રકારે ધન્યકુમાર નીકળ્યા હતા. એ જ પ્રકારે સુનક્ષત્ર પણ નીકળ્યો. જે પ્રમાણે થાવસ્ત્રાપુત્રનું થયેલ તે જ પ્રકારે સુનક્ષત્રનો પણ નિષ્ક્રમણ મહોત્સવ થયો – યાવત્ – સુનક્ષત્ર અણગાર થયા. ઈર્ષા સમિતિવાળા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી તે સુનક્ષત્ર અણગારે જે દિવસે શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા અંગીકાર કરી, તે જ દિવસે અભિગ્રહ ધારણ કર્યો. તે જ પ્રકારે – યાવત્ – જે પ્રકારે સર્પ બિલમાં પ્રવેશ કરે છે, તે જ પ્રકારે લાલસારહિતપણે આહાર કરે છે. આહાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
સ્વામી (ભગવંત મહાવીર) બહારના જનપદ વિહારમાં વિચરણ કરે છે. (સુનક્ષત્ર અણગાર)પછી અગિયાર અંગોનું અધ્યયન કરે છે અને સંયમ–તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા.
ત્યારપછી તે સુનક્ષત્ર અણગાર તે ઉદાર તપકર્મ વડે – યાવત્ – કુંદક અણગારની માફક અતીવ-અતીવ શોભાયમાન થઈ વિચરવા લાગ્યા.
તે કાળ, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. સ્વામી સમોસર્યા. પર્ષદા નીકળી. રાજા પણ નીકળ્યો. ધર્મ કહ્યો. રાજા પાછો ગયો. પર્ષદા પાછી ગઈ.
ત્યારપછી તે સુનક્ષત્ર અણગારને અન્યદા કોઈ સમયે મધ્યરાત્રિના ધર્મ જાગરણા કરતા આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. જે પ્રમાણે સ્કંદકના વિષયમાં બતાવેલ છે તેમ કહેવું – યાવત્ – ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું.
ગૌતમસ્વામીએ પૂછયું, તે જ પ્રમાણે કથન કર્યું. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. તેત્રીશ સાગરોપમની સ્થિતિ થઈ. મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – થાવત્ – સર્વદુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ:અનુત્ત. ૮, ૧૩;
– ૪ – » ––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org