________________
શ્રમણ કથાઓ
૩૨૧
– (તેમજ) મુરઝાયેલા મુખરૂપ કમળથી ક્ષીણ હોઠને લીધે ઘડાના મુખ જેવા વિકરાળ મુખ વડે અને આંખોના અંદર ધસી જવાના કારણે એટલા બધાં કૃશ થઈ ગયા હતા કે તેમના શરીરમાં કોઈ બળ બિલકુલ પણ બાકી રહ્યું ન હતું. તેઓ કેવળ આત્મબળથી ચાલતા હતા, ફરતા હતા અને ઊભા રહેતા હતા. થોડું બોલવાથી પણ તેમને ખેદ થતો હતો. બોલું એમ વિચારતા પણ થાકી જતા હતા.
જે પ્રમાણે એક કોલસાની ગાડી ચાલે ત્યારે અવાજ કરે છે, એ જ પ્રમાણે તેમની અસ્થિ (હાડકાં) પણ ચાલે ત્યારે અવાજ કરતા હતા. તેઓ સ્કંદકની સમાન થઈ ગયા હતા. ભસ્મ વડે ઢંકાયેલી આગની સમાન તેઓ અંદરથી દીપ્ત થઈ રહ્યા હતા. તેઓ તેજ વડે, તપ વડે અને તપ-તેજની શોભા વડે શોભાયમાન થઈને વિચરતા હતા. ૦ શ્રેણિકે મહાદૂષ્કરકારક કોણ ? તેવો કરેલ પ્રશ્ન :
તે કાળ અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, ત્યાં ગુણશીલક નામે ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદા નીકળી, શ્રેણિક પણ નીકળ્યો, ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ.
ત્યારપછી શ્રેણિક રાજાએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ શ્રવણ કરીને અને અવધારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવંત! આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં ક્યાં અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનારા અને કર્મોની મહાનું નિર્જરા કરનારા છે ?
હે શ્રેણિક! આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં નિશ્ચયથી ધન્ય અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનારા અને મહાનિર્જરા કરવાવાળા છે.
હે ભગવન્! કયા કારણથી આપ આ પ્રમાણે કહો છો કે, આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં ધન્ય અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનારા અને કર્મોની મહાનિર્જરા કરનારા છે ?
હે શ્રેણિક ! તે કાળ, તે સમયે કાકંદી નામની નગરી હતી, ત્યાં ધન્યકુમાર શ્રેષ્ઠ પ્રાસાદમાં વિચારી રહ્યા હતા.
ત્યારપછી અન્ય કોઈ દિવસે હું અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજે ગામ ગમન કરતા–કરતા જ્યાં કાકંદી નગરી હતી, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. ત્યાં આવ્યો અને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કતો વિચરણ. કરવા લાગ્યો, પર્ષદા નીકળી. તે જ પ્રમાણે – યાવત્ – દીક્ષિત થયો – યાવત્ – જે રીતે બિલમાં સર્પ પ્રવેશ કરે છે, તે જ પ્રકારની આત્મભાવનાથી આહાર કરે છે. ધન્ય અણગારના સમગ્ર દેહનું વર્ણન કરવું – થાવત્ – તપ-તેજરૂપ શોભાથી અતીવ-અતીવ શોભાયમાન થઈને રહે છે.
આ જ કારણથી હે શ્રેણિક ! હું આ પ્રમાણે કહું છું કે, ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં ધન્ય અણગાર અત્યંત કઠિન તપ કરનાર અને કર્મોની મહાનિર્જરા કરનારા છે. ૩/૧,
For Private & Personal Use Only
Jain Educational ternational
www.jainelibrary.org