________________
શ્રમણ કથાઓ
જેમકે તે સુકાયેલી મશક હોય અથવા ચણા વગેરે સેકવાનું વાસણ હોય અથવા કાષ્ઠનું કોઈ પાત્ર વિશેષ હોય, એ જ પ્રકારે ધન્ય અણગારનું ઉદર શુષ્ક, રૂક્ષ, માંસરહિત ચર્મ અને શિરાઓથી ઓળખાતું હતું. પણ માંસ અને લોહીથી ઓળખાતું ન હતું.
ધન્ય અણગારની પાંસળીઓના સમૂહનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ—લાવણ્ય હતું. જેમકે તે થાસકની શ્રેણિ હોય, પાણભાજનની શ્રેણિ હોય, ઠૂંઠાની શ્રેણિ હોય એવા પ્રકારે ધન્ય અણગારની પાંસળીઓ શુષ્ક, રૂક્ષ, નિર્માંસ અસ્થિચર્મ, શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ કે લોહી વડે ઓળખાતી ન હતી.
ધન્ય અણગારની પીઠના હાડકાના ઉન્નતપ્રદેશોનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ લાવણ્ય હતું. જેમકે કર્ણ આભૂષણની પંક્તિ હોય, ગોલક આભુષણની પંક્તિ હોય અથવા વર્તક—ગોલકની પંક્તિ હોય, આ પ્રકારે ધન્ય અણગારની પૃષ્ઠકદંડક શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ, ચર્મ, શિરાઓ વડે ઓળખાતી હતી. પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી.
૩૧૯
ધન્ય અણગારના વક્ષસ્થળનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું. જેમકે કુંડાનો નીચેનો ભાગ હોય, વાંસ આદિના પાંદડાનો પંખો હોય અથવા તાડપત્રનો પંખો હોય, એ જ પ્રકારે ધન્ય અણગારનું વક્ષસ્થળ શુષ્ક, રૂક્ષ, માંસરહિત અસ્થિ—ચર્મ અને શિરાઓથી ઓળખાતું હતું. પણ માંસ અને લોહી વડે ઓળખાતું ન હતું.
ધન્ય અણગારની ભુજાઓનું આ આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું. જેમકે શમી વૃક્ષની સીંગ, બાહક વૃક્ષની સીંગ, અગસ્તિક વૃક્ષની સીંગ આદિ સૂકાઈને જેવી ચીમળાઈ જાય છે, આ જ પ્રકારે ધન્ય અણગારની ભુજા શુષ્ક, રુક્ષ, નિર્માંસ અને અસ્થિ, ચર્મ, શિરાઓથી ઓળખાતી હતી. પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી.
ધન્ય અણગારના હાથોનું આવા પ્રકારનું તપજનિત રૂપ લાવણ્ય હતું. જેમકે . સુકું છાણ હોય, વટવૃક્ષના સુકા પાંદડા હોય, પલાશ વૃક્ષના સુકા પાંદડા હોય એ જ પ્રકારે ધન્ય અણગારના હાથ શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ—ચર્મ અને શિરાઓથી ઓળખાતા હતા. પરંતુ માંસ અને લોહીથી યુક્ત ન હતા.
ધન્ય અણગારના હાથોની આંગળીઓનું આ અને આવા પ્રકારનું તપજનિત સૌંદર્ય હતું. જેમકે – વટાણાની શીંગ, મગની શીંગ અથવા અડદની શીંગ કોમળ હોય ત્યારે તોડીને સૂર્યની ગરમીમાં સૂકવવાથી મૂરઝાઈ જાય છે, એ જ પ્રકારે ધન્ય અણગારના હાથની આંગળીઓ શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ—ચર્મ અને શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ભરેલી ન હતી.
-
ધન્ય અણગારની ગર્દનનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ—લાવણ્ય હતું. જેમકે – માટીના નાના ઘડાની ડોક, કુંડિકાની ડોક અથવા ઊંચા મોઢાવાળું વાસણ હોય, આવા પ્રકારે ધન્ય અણગારની ગરદન શુષ્ક, રૂક્ષ, નિર્માસ અને અસ્થિચર્મ, શિરાઓથી ઓળખાતી હતી. પણ માંસ, લોહીથી યુક્ત ન હતી.
Jain Education International
ધન્ય અણગારની હતું – હડપચીનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું હતું. જેમકે – તુંબફળ, હકુબફળ અથવા કેરીની ગોટલી સૂર્યના તાપથી સૂકાઈને મૂરઝાઈ જાય છે, એ
For Private & Personal Use Only
www.jainelibrary.org