________________
- ૩૧૮
આગમ કથાનુયોગ-૩
પછી તે આત્મશક્તિના સહારે ચાલતા હતા, આત્મશક્તિથી રોકાતા હતા, બોલ્યા પછી થાકી જતા હતા, બોલતા પણ થાકી જતા હતા, “હું બોલું" એમ વિચારીને પણ તે ગ્લાન થઈ જતા હતા.
જેમ કોઈ લાકડાથી ભરેલ ગાડી, પાંદડા ભરેલ ગાડી અથવા પાંદડા, તલ, ભાંડથી ભરેલી ગાડી અથવા એરંડ કાષ્ઠથી ભરેલી ગાડી અથવા કોલસા ભરેલી ગાડી સૂર્યની ઉષ્ણતાથી સૂકાઈને અવાજ કરતા ચાલે છે, અવાજ કરતાં જ રોકાય છે, તે જ પ્રકારે ધન્ય અણગાર પણ ચાલતા ત્યારે પણ અવાજ થતો, રોકાતા ત્યારે પણ (ખડખડ) અવાજ થતો હતો.
તેઓ તપથી ઉપચિત–પુષ્ટ અને માંસ-લોહી વડે અપચિત-ર્બલ. રાખથી ઢાંકેલ હવનના અગ્રિની સમાન તપ અને તેજથી જાવલ્યમાન, તપ તેજરૂપી શ્રી વડે અતિ શોભિત થઈને રહેલા હતા. ૦ ધન્યનું તપજનિત લાવણ્ય :
ધન્ય અણગારના પગનું આ પ્રકારનું તપજનિત લાવણ્ય થયું હતું – જાણે કે સુકાયેલા વૃક્ષની છાલ હોય, લાકડાની પાદુકા હોય, જીર્ણ ઉપાનહ (જુના) હોય, એ પ્રમાણે ધન્ય અણગારના પગ શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ–ચર્મ અને શિરાઓને કારણે જ ઓળખાતા હતા. માંસ કે રૂધિરને કારણે ઓળખાતા ન હતા.
ધન્ય અણગારના પગની આંગળીઓનું અહીં આ પ્રકારનું તપજનિત લાવણ્ય થઈ ગયું હતું – જેમકે વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ કોમળ હોય ત્યારે તોડીને તડકામાં સૂકાવવાથી મુરઝાઈ જાય છે. એ જ પ્રમાણે ધન્ય અણગારના પગની આંગળીઓ શુષ્ક, રુક્ષ, નિર્માસ અને અસ્થિચર્મ અને શિરાઓ વડે જ ઓળખાતી હતી. પણ માંસ અને લોહી વડે ઓળખાતી ન હતી.
ધન્ય અણગારની જાંઘોનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું થઈ ગયેલ હતું – જેમ કાગડાની જાંઘ હોય, કંક પક્ષીની જાંઘ હોય અથવા ઢેણિક પક્ષીની જાંઘ હોય આજ પ્રમાણે ધન્ય અણગારની જાંઘો પણ શુષ્ક, રૂક્ષ, નિર્માસ, અસ્થિ–ચર્મ અને શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી.
ધન્ય અણગારના ઘૂંટણોનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ-લાવણ્ય થઈ ગયું હતું. જેમ કે કાલિનામક વનસ્પતિ વિશેષની ગાંઠ, સંધિસ્થાન હોય, મયૂર પર્વ કે ઢેણિક પક્ષીના પર્વ હોય એ જ પ્રકારે ધન્ય અણગારના ઘૂંટણ શુષ્ક, રુક્ષ, નિર્માસ અસ્થિ-ચર્મ અને શિરાઓથી ઓળખાતા હતા. પણ માંસ અને લોહીથી ઓળખાતા ન હતા.
ધન્ય અણગારના ઊરુઓનું આ આવા પ્રકારનું તપ જન્ય રૂપ લાવણ્ય હતું. જેમકે કોમળ પ્રિયંગુવૃક્ષની કુંપણ, બોરની કુંપણ, શાલ્મલી વૃક્ષની કુંપણ તોડીને સૂર્યની ગરમીમાં સુકવવાથી મુરઝાઈ જાય છે. એ જ પ્રમાણે ધન્ય અણગારની રૂએ, શુષ્ક, રુક્ષ, માંસરહિત, અસ્થિ–ચર્મ અને શિરાઓ દ્વારા ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી.
ધન્ય અણગારના ઉદર ભાજનનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ લાવણ્ય હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org