________________
૩૨૨
આગમ કથાનુયોગ-૩
૦ શ્રેણિક દ્વારા ધન્યની પ્રશંસા :
ત્યારપછી શ્રેણિક રાજા શ્રમણ ભગવંત મહાવીરની આ વાતને સાંભળીને અને મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમસ્કાર કરે છે, વંદન–નમસ્કાર કરીને જ્યાં ધન્ય અણગાર હતા, ત્યાં આવે છે, આવીને ધન્ય અણગારની ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કરે છે, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, હે દેવાનુપ્રિય ! તમે પુણ્યશાળી છો, હે દેવાનુપ્રિય! તમે કૃતાર્થ છો, હે દેવાનુપ્રિય ! તમે કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય! માનવ જન્મ અને જીવનનું ફળ તમે સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે સ્તુતિ–પ્રશંસા કરીને વંદન–નમસ્કાર કરે છે. વંદન–નમસ્કાર કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે. કરીને વંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ ધન્યની ગતિ :
ત્યારપછી તે ધન્ય અણગારને અન્યદા કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા આ પ્રકારનો આધ્યાત્મિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું આવા પ્રકારે આ ઉદાર તપકર્મ દ્વારા ધમની જેવો થઈ ગયો છું. તેણે સ્કંદક અણગાર જેવો જ વિચાર કર્યો. પછી ભગવંતને પૂછયું, સ્થવિરોની સાથે વિપુલ પર્વત ચઢ્યા. છેલ્લે માસિક સંલેખના કરી.
ધન્ય અણગારે નવ માસપર્યત શ્રમણ પર્યાયનું પાલન કર્યું – યાવત્ – કાળ માસમાં મૃત્યુના સમયે કાળ કરીને ઉર્ધ્વલોકમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, ગણ, નક્ષત્ર, તારાઓથી – યાવત્ – પુનઃ રૈવેયક વિમાનોના પ્રસ્તટનું ઉલ્લંઘન કરીને ઉપર સર્વાર્થસિદ્ધ નામક અનુતર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. એ જ પ્રમાણે (સ્કંદક કથાનક મુજબ) જ સ્થવિરો ઉતરીને આવ્યા – યાવત્ – આ તેમના (ધન્ય અણગારના) આચાર ભાંડોપકરણ છે.
હે ભગવન્! આ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમ એ જ પ્રમાણે પૂછે છે, જે રીતે સ્કંદકના વિષયમાં પૂછયું હતું – યાવત્ – ભગવંત ઉત્તર આપે છે – યાવત્ – તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે.
હે ભગવન્! ધન્ય દેવની કેટલા કાળની સ્થિતિ પ્રતિપાદિત કરવામાં આવી છે ? હે ગૌતમ ! ૩૩ સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે. હે ભગવન્! તે ધન્ય દેવ તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :આયા યૂ.પૂ. ૨૨૧; અનુત્ત. ૮ થી ૧૨;
– ૪ – ૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org