________________
શ્રમણ કથાઓ
૩૨૫
રાણીઓનું અંતઃપુર હતું. ૦ સુબાહુ કુમારનો જન્મ અને વૃદ્ધિ આદિ :
ત્યારપછી તે ધારિણી રાણી અન્ય કોઈ સમયે તેવા પ્રકારના વાસગૃહમાં સૂતી હતી, ત્યારે સ્વપ્નમાં સિંહને જોયો – યાવત્ – જે પ્રમાણે મેઘકુમારનો જન્મ મહોત્સવ વર્ણવાયેલ છે, એ જ પ્રમાણે અહીં બધું વર્ણન જાણવું.
ત્યારપછી તે સુબાહકુમાર ૭૨ કળાઓમાં નિપુણ – યાવત્ – બધાં પ્રકારે ભોગોને ભોગવવામાં સમર્થ થઈ ગયા.
ત્યારે સુબાહકુમારના માતાપિતાએ તેને ૭૨ કલામાં નિપુણ – યાવત્ – સર્વ પ્રકારના ભોગો ભોગવવામાં સમર્થ જાણીને પાંચસો સર્વોત્કૃષ્ટ પ્રાસાદોનું નિર્માણ કરાવ્યું. જે પોતાની ઊંચાઈથી મોટા-મોટા પર્વતોની હાંસી કરતા હતા. બીજા પણ એક મહાનું ભવનનું નિર્માણ કરાવ્યું. એ પ્રમાણે બાકી સર્વ કથન મહાબલકુમાર મુજબ જાણવું.
– વિશેષતા ફક્ત એ કે, પુષ્પચૂલા આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ જ પ્રમાણે ૫૦૦ વસ્તુઓ પ્રીતિદાનમાં મળી,
ત્યારપછી તે સુબાહકુમાર જેમાં મૃદંગ આદિ વગાડાઈ રહ્યા છે તેવા સુંદર પ્રાસાદોમાં સ્થિત રહીને નાટ્યાદિ ગીતગાનો પૂર્વક મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો વિચારવા લાગ્યો. ૦ સુબાહકુમાર દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક અદીનશત્રુ પણ નીકળ્યો. જમાલીકુમારની માફક સુબાહુકુમાર પણ રથ પર આરૂઢ થઈને નીકળ્યો – યાવત્ – ધર્મોપદેશ આપ્યો. રાજા અને પર્ષદા પાછા ગયા.
ત્યારપછી તે સુબાહુકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળીને અને સમજીને હર્ષિત–સંતુષ્ટ થઈને પોતાને સ્થાનેથી ઉયો – યાવત્ – આ પ્રમાણે કહ્યું
' હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું, આપ દેવાનુપ્રિયની પાસે જેમ ઘણાં રાજેશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રકૃતિ મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરે છે, તે પ્રકારે હું પ્રવ્રુજિત થવાને સમર્થ નથી. પરંતુ આપ દેવાનુપ્રિયની પાસે હું પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહિધર્મ–શ્રાવક ધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી સુબાહુકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો. સ્વીકારીને તે જ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. આરૂઢ થઈને જે દિશામાંથી પ્રાદુર્ભત થયો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ સુબાહુનો પૂર્વભવ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિએ – યાવત્ - આ પ્રમાણે કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org