________________
૩૨૦
આગમ કથાનુયોગ-૩
જ પ્રકારે ધન્ય અણગારની હડપચી શુષ્ક, રૂક્ષ, નિર્માસ, અસ્થિ –ચર્મ અને શિરાઓથી ઓળખાતી હતી. પણ માંસ અને લોહીથી યુક્ત ન હતી.
ધન્ય અણગારના હોઠોનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું હતું. જેમકે – સૂકાયેલી જલોક હોય છે, શ્લેષ્મ ગોળી હોય છે અથવા અલત્તગુટિકા હોય છે, એ જ પ્રમાણે – ધન્ય અણગારના હોઠ શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ–ચર્મ અને શિરાથી ઓળખાતા હતા. પણ માંસ અને લોહીથી યુક્ત ન હતા.
ધન્ય અણગારની જીભનું આ – આવા પ્રકારનું તપજનિત રૂપ–લાવણ્ય હતું. જેમકે – વડનું વૃક્ષ કે પલાશનું વૃક્ષ કે શાકના પાંદડા હોય છે. એ જ પ્રમાણે ધન્ય અણગારની જીભ શુષ્ક, રૂક્ષ, માંસરહિત અને ચર્મ તથા શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી.
ધન્ય અણગારના નાકનું તપજનિત રૂપલાવણ્ય આવા પ્રકારનું હતું. જેમકે – આમપેશી કે આમતક પેશી કે બિજોરાની પેશી કોમળ હોય, તેને કાપીને સૂર્યના તાપમાં સૂકવી દીધી હોય ત્યારે જે રીતે મુરઝાઈ જાય, એવા જ પ્રકારે ધન્ય અણગારનું નાક શુષ્ક, ફૂલ અને માંસરહિત હતું. કેવળ અસ્થિચર્મ અને શિરાઓથી ઓળખાતું હતું. પણ માંસ અને લોહી વડે ઓળખાતું ન હતું.
ધન્ય અણગારની આંખોનું તપજનિત રૂપ–લાવણ્ય આ અને આવા પ્રકારનું હતું. જેમકે – વીણાના છિદ્ર, વટ્વીસકના છિદ્ર અથવા પ્રભાતનો તારો હોય છે. એ પ્રમાણે ધન્ય અણગારની આંખો શુષ્ક, રૂક્ષ, માંસરહિત હતી. તે કેવળ અસ્થિ, ચર્મ, શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી.
ધન્ય અણગારના કાનોનું તપજનિત રૂપ–લાવણ્ય આ અને આવા પ્રકારનું હતું. જેમકે – મૂળાનું છોતરું, તરબૂચનું છોતરું અથવા કારેલાનું છોતરું હોય છે. એ જ પ્રકારે ધન્ય અણગારના કાન શુષ્ક, ફૂલ અને માંસરહિત હતા. તે ફક્ત ચામડી અને શિરાઓથી જ ઓળખાતા હતા. માંસ અને લોહીથી ઓળખાતા ન હતા.
ધન્ય અણગારના મસ્તકનું તપજનિત રૂપ લાવણ્ય આ આવા પ્રકારનું હતું. જેમકે કોમળ તુંબડુ, કોમળ આલ, કોમળ સિસ્તાલક ફળ વિશેષને તોડીને સૂર્યના તાપમાં સૂકવવાથી પ્લાન–મુરઝાયેલ થઈ જાય છે. એ જ પ્રકારે ધન્ય અણગારનું મસ્તક શુષ્ક, ફૂલ, માંસરહિત હતું. ફક્ત અસ્થિ–ચામડી અને શિરાઓને લીધે ઓળખાતું હતું. પણ લોહી કે માંસથી ઓળખાતું ન હતું.
ધન્ય અણગાર માંસ આદિના અભાવથી સૂકાઈ ગયેલા અને ભૂખને લીધે ફૂલ થયેલા પગ, જાંઘ અને સાથળ વડે, ભયંકર રૂપથી પ્રાંત ભાગોમાં ઉન્નત્ત થયેલ કટિકટાહથી, પીઠની સાથે મળી ગયેલ ઉદરરૂપ પાત્રથી, પૃથ–પૃથક્ દેખાતી પાંસળી વડે, રુદ્રાક્ષ માળા સમાન સ્પષ્ટ ગણી શકાય તેવી પૃષ્ઠ કરંડકની સંધિઓ વડે, ગંગાના તરંગ સમાન ઉદર-કટકના પ્રાંત ભાગોથી સૂકાયેલા સાપ જેવી ભૂજાઓ વડે, ઘોડાની ઢીલી લગામ સમાન લટકતા હાથો વડે, કંપન વાયુ રોગવાળા પુરુષની સમાન કાંપતા મસ્તક વડે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org