________________
શ્રમણ કથાઓ
૩૧૭
- પરિત્યાગ રૂપ ધર્મવાળો હોય, અપરિત્યાગરૂપ ધર્મવાળો નહીં. તે પણ એવો (આહાર) હોય જેને બીજા અનેક શ્રમણ, માહણ, અતિથિ, કૃપણ, યાચક ઇચ્છતા ન હોય.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો.
ત્યારપછી તે ધન્ય અણગાર શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી હર્ષિત અને સંતુષ્ટ થઈને જીવનપર્યત માટે નિરંતર છઠ છઠ પૂર્વક આયંબિલ ગ્રહણ કરવારૂપ તપોકર્મ થકી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી તે ધન્ય અણગાર પહેલા છઠક્ષમણ તપના પારણે પહેલા પ્રહરે સ્વાધ્યાય કરે છે. જેમ ગૌતમસ્વામીની કથામાં જણાવ્યું તેમ એ જ પ્રકારે ધન્ય અણગારે પૂછ્યું – યાવત્ – જ્યાં કાકંદી નગરી હતી, ત્યાં આવ્યા, આવીને કાકંદી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા આયંબિલ (આહાર) ગ્રહણ કરે છે, પણ અનાયંબિલ (આહાર) ગ્રહણ કરતા નથી. તે પણ સંસૃષ્ટ ગ્રહણ કરે છે, અસંસ્કૃષ્ટ ગ્રહણ કરતા નથી. ઉક્ઝિત ધર્મવાળો ગ્રહણ કરે છે, અનુજ્જિત ધર્મવાળો ગ્રહણ નથી કરતા. તે અન્ન પણ એવું કે જેને અનેક માહણ, અતિથિ, કૃપણ, શ્રમણ કે યાચક ન ઇચ્છતા હોય.
ત્યારપછી તે ધન્ય અણગાર ઉદ્યમથી–પ્રયત્નથી – ગુરુ વડે આજ્ઞપ્ત - ઉત્સાહપૂર્વક સ્વીકૃત અને એષણા સમિતિ પૂર્વક આહારની ગવેષણા કરતા વિચરે છે. તેમ કરતાં ક્યારેક તેને ભોજન મળે છે, તો પાણી મળતું નથી, પાણી મળે છે તો ભોજન મળતું નથી.
ત્યારે અદીન – અવિમન (પ્રસન્ન ચિત્ત) – કલેશરહિત, વિષાદરહિત. અપરિતંત જોગી (નિરંતર સમાધિયુક્ત) યોગ અને ચારિત્રની પ્રતિ યતના અને ઉદ્યમશીલ તે ધન્ય અણગાર યથાપર્યાપ્ત ભિક્ષા ગ્રહણ કરી, કરીને કાકંદી નગરીથી બહાર નીકળ્યા. નીકળીને ગૌતમસ્વામી માફક – યાવત્ – દેખાડે છે.
ત્યારપછી ધન્ય અણગાર શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને મૂર્ણારહિત, ગૃદ્ધિરહિત, લિપ્સારહિત, આસક્તિરહિત થઈને, બિલમાં સર્પ પ્રવેશ કરે તેવી વૃત્તિથી આહાર કરતા અને આહાર કરીને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરણ કરે છે.
ત્યારપછી અન્યદા કદાચિત્ શ્રમણ ભગવંત મહાવીર કાકંદી નગરીથી સહસ્ત્રાપ્રવનથી નીકળ્યા. નીકળીને બહાર જનપદ વિહારથી વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી તે ધન્ય અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરે છે. કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે ધન્ય અણગાર તે શ્રેષ્ઠ, વિપુલ, મહાન પ્રયત્નપૂર્વક પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવ, ધન્ય, મંગલકારક, સશ્રીક, શોભાયુક્ત, ઉદગ્ર, ઉત્તમ, ઉદાર, મહાફળવાળા તપકર્મથી શુષ્ક, રૂક્ષ, નિર્માસ, ચર્માચ્છાદિત અસ્થિવાળા, કિટિકિટિકાભૂત, કૃશ, ધમની જેવા થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org