________________
શ્રમણ કથાઓ
૩૧૫
પંચેન્દ્રિય શરીરવાળો – યાવત્ – સુરૂપ હતો. પાંચ ધાવ માતાઓથી પરિગૃહિત હતો. જેને મહાબલકુમાર સદશ જાણવો – યાવત્ – તેણે બોંતેર કલાઓનું અધ્યયન કર્યું – થાવત્ – તે પૂર્ણતયા ભોગોને ભોગવવા સમર્થ થઈ ગયો.
ત્યારપછી ભદ્રા સાર્થવાહિની ધન્ય બાળકને બાલ્ય અવસ્થાથી મુક્ત – યાવત્ – ભોગોપભોગ માટે પણ સમર્થ જાણીને ઘણાં વિશાળ અને ઊંચા – યાવત્ – પ્રતિરૂપ બત્રીશ. શ્રેષ્ઠ પ્રાસાદ બનાવડાવ્યા. તેના મધ્યમાં અનેક સેંકડો સ્તંભો વડે યુક્ત – ચાવત્ – પ્રતિરૂપ એક વિશાલ ભવન બનાવ્યું.
- ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ તે ધન્યકુમારને ઉત્તમ ઇભ્ય એવી બત્રીશ કન્યાઓની સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યું. બત્રીશ–બત્રીશ વસ્તુ પ્રીતિદાનમાં આવેલ હતી.
ત્યારપછી તે ધન્યકુમાર જોર-જોરથી વગાડાતા મૃદંગ આદિ વાદ્યોના નાદથી યુક્ત તે શ્રેષ્ઠ પ્રાસાદોની ઉપર – યાવત્ – વિપુલ મનુષ્ય સંબંધી કામભોગોનો અનુભવ કરતો વિચરવા લાગ્યો. ૦ ધન્યની પ્રવજ્યા :
તે કાળ, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ તે જ પ્રકારે વંદના કરવા નીકળ્યો.
- ત્યારપછી ધન્યકુમારને મહાનું કોલાહલ – યાવત્ – મહા જનસમુદાયને સાંભળીને અને જોઈને મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – કાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – શું આજે કાકંદી નગરીમાં ઇન્દ્રમહોત્સવ છે અથવા – યાવત્ – સ્તુપ મહોત્સવ છે અથવા યજ્ઞ છે, કે જેથી આ ઘણાં જ ઉગ્ર, ભોગ આદિ કુળના લોકો – યાવત્ – જઈ રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરે છે. વિચારીને કંચુકી પુરુષને બોલાવે છે. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શું આજે કાકંદી નગરીમાં ઇન્દ્રમહોત્સવ છે અથવા –- યાવત્ – લોકો જઈ રહ્યા છે ?
ત્યારપછી તે કંચુકી પુરુષમાં જેમને શ્રમણ ભગવંત મહાવીરના આગમનની નિશ્ચિત જાણકારી હતી. તેમણે ધન્ય કુમારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આજે શ્રમણ ભગવંત મહાવીર કાકંદી નગરીની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અભિગ્રહ સ્વીકાર કરીને સંયમ તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. તેથી આ ઘણાં જ ઉગ્ર, ભોગ આદિ કુળના લોકો – યાવત્ – જઈ રહ્યા છે.
ત્યારપછી તે ધન્યકુમાર કંચુકી પુરુષ પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરી હર્ષિત અને સંતુષ્ટ થયો – યાવત્ – પગે ચાલીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજતા હતા. તે તરફ ગયો. જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસનાથી પર્યપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ધન્યકુમાર અને તે વિશાળ ઋષિ પર્ષદાને – થાવત્ – ધર્મકથા કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org