________________
૩૧૪
દનિ. ૧૮૫ની ;
૦ દીર્ધસેન આદિ કુમાર કથા ઃ
(૧. દીર્ધસેન, ૨. મહાસેન, ૩. લષ્ટદંત, ૪. ગૂઢદંત, ૫. શુદ્ધદંત, ૬. હન્ન, ૭. ક્રુમ, ૮. ક્રુમસેન, ૯. મહાક્રુમસેન, ૧૦. સિંહ, ૧૧. સિંહસેન, ૧૨. મહાસિંહસેન, ૧૩. પુણ્યસેન) (૧) દીર્ધસેનકુમાર :–
(૨) મહાસેન આદિ કુમાર :
તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો, ધારિણી રાણી હતી. તેણીએ સ્વપ્નમાં સિંહ જોયો. જાલિકુમારની માફક જન્મ થયો, બાળપણ વીત્યું. કળાઓ શીખ્યો. વિશેષતા માત્ર એટલી કે આ કુમારનું નામ દીર્ધસેન કુમાર રાખવામાં આવ્યું – યાવત્ – જાલિકુમારની માફક મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
જાણવું)
- X - X
- દીર્ધસેન કુમાર પ્રમાણે જ તેરે કુમારો વિશે (મહાસેન આદિ બારે કુમારો વિશે
આગમ કથાનુયોગ-૩
નંદી. ૯૮, ૧૦૭ની વૃ;
આ બધાં જ કુમારો રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. આ બધાંના પિતા શ્રેણિક હતા. માતા ધારિણી હતી. આ બધાંનો શ્રમણપર્યાય સોળ વર્ષનો હતો.
દીર્ધસેન અને મહાસેનકુમાર વિજય અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. લષ્ટદંત અને ગૂઢદંત વૈજયંત અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. શુદ્ધદંત અને હલકુમાર જયંત અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ક્રમ અને ક્રમસેનકુમાર અપરાજિત અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. મહાક્રમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુણ્યસેનકુમાર એ પાંચે સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
બાકી સમગ્ર કથાનક જાલિકુમાર પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ :
--
અનુત્ત. ૩ થી ૬;
Jain Education International
X
X
૦ ધન્ય અણગાર કથા -
તે કાળ અને તે સમયમાં કાકંદી નામની નગરી હતી. જે ઋદ્ધિયુક્ત, નિર્ભય અને ધનધાન્યથી સમૃદ્ધ હતી, ત્યાં સર્વ ઋતુઓના પુષ્પો અને ફળોથી યુક્ત સહસ્રામવન નામનું ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો.
૦ ધન્યનો ગૃહવાસ :
તે કાકંદી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિની નિવાસ કરતી હતી. જે ઋદ્ધિસમૃદ્ધિથી આય-સંપન્ન – યાવત્ અપરિભૂત હતી.
તે ભદ્રા સાર્થવાહિનીનો પુત્ર ધન્ય નામે બાળક હતો. જે અહીંન, પ્રતિપૂર્ણ,
For Private & Personal Use Only
www.jainelibrary.org