________________
શ્રમણ કથાઓ
૮૯
હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! તે કાત્યાયન ગોત્રીય &દક આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને, ગૃહનો ત્યાગ કરી, આનગારકત્વ અંગીકાર કરવામાં સમર્થ છે ?
હાં, ગૌતમ ! તે સમર્થ છે.
જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ભગવદ્ ગૌતમને આ વાત કરી રહ્યા હતા. એટલામાં તે કાત્યાયન ગોત્રીય સ્કંદક તે સ્થાને ભગવંત મહાવીર બિરાજતા હતા, ત્યાં શીઘ આવ્યો. ૦ ગૌતમે સ્કંદકને આવકાર્યા અને પ્રયોજન કહ્યું :
ત્યારપછી ભગવદ્ ગૌતમ, કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને નિકટ આવેલો જાણીને જલ્દીથી પોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને જલ્દીથી સ્કન્દકની સામે ગયા અને જ્યાં કાત્યાયન ગોત્રીય પરિવ્રાજક સ્કંદક હતો, ત્યાં આવ્યા. આવીને કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રમાણે કહાં–
હે સ્કંદક ! તમારું સ્વાગત છે, હે કુંદક તમારું સુસ્વાગત છે. હે કુંદક ! તમારું અન્વાગત છે. હે કંઇક તમારું સ્વાગત અન્વાગત છે. હે કુંદક ! શ્રાવસ્તીનગરીમાં તમને વૈશાલિક શ્રાવક પિંગલક નિર્ગથે એવું પૂછેલું કે, હે માગધ ! શું લોક સાંત છે અથવા અનંત છે ? એ પ્રમાણે પૂર્વવતુ જાણવું – યાવત્ – જેનાથી શંકિત થઈને તમે શીઘ અહીં આવ્યા છો. હે કુંદક ! શું આ વાત બરાબર છે ?
હાં, આ વાત સત્ય છે. (સ્કંદકે કહ્યું, ૦ ભ૦મહાવીરના જ્ઞાન વિશે સ્કંદકને આશ્ચર્ય :
ત્યારપછી કાત્યાયન ગોત્રીય સ્વંદકે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ! એવા કોણ તથારૂપ જ્ઞાની અને તપસ્વી પુરુષ છે કે જેણે મારી ગુપ્ત વાત તમને જલ્દીથી કહી દીધી, જેથી તમે આ રહસ્યને જાણો છો ?
ત્યારે ભગવદ્ ગૌતમે કાત્યાયન ગોત્રીય સ્કન્દકને આ પ્રમાણે કહ્યું, હે કુંદક ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર ઉત્પન્ન જ્ઞાન અને દર્શનના ધારક છે, અહંત છે, જિન છે, કેવલી છે, અતીત, વર્તમાન, અનાગત કાળના જ્ઞાતા છે, સર્વજ્ઞ, સર્વદર્શી છે, જેણે મને તમારી ગુપ્ત વાત શીઘ કહી દીધી. જેનાથી હું આ વાત જાણું છું.
ત્યારપછી કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકે ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! આવો, આપણે તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરીએ, નમસ્કાર કરીએ, તેમનું સત્કાર–સન્માન કરીએ અને તે કલ્યાણરૂપ, મંગલરૂપ, ચૈત્યરૂપ પ્રભુની પર્યાપાસના કરીએ.
હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી ભગવદ્ ગૌતમ કાત્યાયન ગોત્રીય સ્કંદકની સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, તે તરફ જવાને માટે ઉદ્યત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org