________________
૨૭૬
આગમ કથાનુયોગ-૩
યુક્ત છે, વિજ્ઞાન વિચક્ષણ છો, સૌભાગ્ય ગુણના, સમુદાયરૂપ છે. જન્મથી જ વિશિષ્ટ છે, વિવિધ વ્યાધિ રોગરહિત છે. નિરુપત એવી પાંચે ઇન્દ્રિયો તને પ્રાપ્ત થઈ છે. પ્રથમ યૌવનવય છે. અનેક ઉત્તમ ગુણોથી યુક્ત છો તેથી તેનો અનુભવ કર. હે પુત્ર ! શરીર, રૂપ, સૌભાગ્ય, યૌવન ગુણોથી યુક્ત એવા દેહવાળો તું પહેલા ભોગ ભોગવી પછી તું – યાવત્ – પ્રવ્રુજિત થજે.
ત્યારે તે (ગજસુકુમાલે) આ પ્રમાણે કહ્યું, તમે જે કહો છો તે ઠીક છે, પણ હે માતાપિતા ! મનુષ્યનું શરીર દુઃખના આયતનરૂપ છે. એ પ્રમાણે જેમ પુંડરીકકથામાં જણાવ્યું છે તેમ બધું જ જાણ્યું – યાવત્ – અવશ્ય નાશ પામનારું છે. ત્યારે તે માતાપિતાએ આ પ્રમાણે કહ્યું—
હે પુત્ર ! અમે તારા માટે વિશાળ કુળની બાલિકાઓ કે જે કળા કુશળ છે, સર્વકાળ લાલિત્ય– સુખોથી યુક્ત છે, માર્દવ ગુણયુક્ત, નિપુણ, વિનયોપચાર સહિત અને પંડિત વિચક્ષણ છે, મંજુ, મિત, મધુર બોલતી, હાસ્ય કરતી, વિલસિત ગતિવાળી, વિલાસ આદિમાં વિશારદ, અવિકલ કુળશીલવાળી, વિશુદ્ધ કુળ, વંશ, સંતાન તંતુને વૃદ્ધિ ગત કરનારી, સશ ત્વચા, સદશ વય, સશરૂપ, સટ્ટશ લાવણ્ય, રૂપ, યૌવન આદિ ગુણોથી યુક્ત હોય – ચાવત્ – શ્રૃંગારના ઘર જેવી અને સુંદર વેશવાળી, મનોનુકૂળ અને હૃદયને ઇચ્છવા યોગ્ય ગુણ વલ્લભ, ઉત્તમ અને નિત્ય તેમજ તને યોગ્ય એવી આઠ ભાવાનુત્ત સર્વાંગ સુંદરીને પરણ.
–
ત્યારે તેની સાથે વિપુલ ભોગને ભોગવ. વિપુલ એવા કામભોગોને ભોગવતો રહે, ત્યારપછી મુક્ત ભોગી થઈને વિષયના કુતૂહલથી નિવૃત્ત થઈને, અમે કાલગત થઈએ ત્યાર બાદ — યાવત્ – પ્રવજિત થજે. ત્યારે (ગજસુકુમાલે) તેને કહ્યું, હે માતાપિતા ! તમે કહો છો તે ઠીક છે. પરંતુ માનુષ્ય કામભોગ વિનશ્વર
-
યાવત્ – અવશ્ય ત્યાજ્ય છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
ત્યારે તે માતાપિતાએ આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! આ દાદા, પરદાદા આદિથી આવેલ ઘણું જ સુવર્ણ, હિરણ્ય, કાંસ્ય, દૃષ્ટ, વિપુલ ધન કનક છે થાવત્ – કુળ પરંપરાથી આવેલ સારભૂત દ્રવ્ય છે — યાવત્
સાત પેઢી સુધી કુળવંશજને પ્રકામ દેતા, પ્રકામ ભોગવતા, વહેંચતો તું રહે. હે પુત્ર ! વિપુલ એવા માનુષ્ય ઋદ્ધિ—સત્કારને ભોગવ, ત્યારપછી કલ્યાણને અનુભવીને, કુલવંશની વૃદ્ધિ કરીને – યાવત્ – પ્રવ્રુજિત થજે. ત્યારે તેણે (ગજસુકુમાલે) આ પ્રમાણે કહ્યું, તમે કહો છો તે ઠીક છે; પણ હે માતાપિતા ! (તે પ્રમાણે) હિરણ્ય યાવત્ અવશ્ય નાશ થનારું છે. ઇત્યાદિ પુંડરીક કથા મુજબ જાણવું ત્યારે તે માતાપિતા જ્યારે વિષય અનુકૂળ અનેક આખ્યાપના—પ્રજ્ઞાપના વડે – યાવત્ – પુંડરીક કથાની માફક – યાવત્
-
-
-
પ્રવ્રજ્યા ગ્રહણ કરજે.)
૦ કૃષ્ણ દ્વારા ગજસુકુમાલને એક દિવસીય રાજ્ય :
ત્યારપછી આ સમાચાર જાણીને (ગજસુકુમાલની પ્રવ્રજ્યા ઇચ્છા જાણીને) કૃષ્ણ વાસુદેવ જ્યાં ગજસુકુમાલ હતા, ત્યાં આવ્યા. આવીને ગજસુકુમાલને આલિંગન કર્યું. આલિંગન કરીને ખોળામાં બેસાડ્યો. બેસાડીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું મારો સહોદર નાનો ભાઈ છે. તેથી હમણાં અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ ગૃહત્યાગ કરી, દીક્ષા ન લે. હું દ્વારિકા નગરીમાં મહાન્ મહોત્સવ સાથે તારો રાજ્યાભિષેક કરીશ. ત્યારે તે ગજસુકુમાલ કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળીને મૌન રહ્યો. કૃષ્ણ વાસુદેવે બે–ત્રણ વખત આ કહ્યું ત્યારે ત્યારપછી ગજસુકુમાલે વાસુદેવ કૃષ્ણ અને માતાપિતાને બીજી—ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું.
હે દેવાનુપ્રિયો ! મનુષ્ય સંબંધિ કામભોગોના આધારરૂપ આ શરીર અશુચિનું સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org