________________
૩૦૪
તેના વિના અતિ દુઃખ અનુભવવા લાગ્યો. તરફડવા લાગ્યો. વિરહથી પીડાવા લાગ્યો.
યાવત્
જ્યારે અભયકુમારે પિતાનું આ દુસ્સહ દુઃખ અને દારુણ વેદના જાણ્યા ત્યારે અભયકુમારે ધીરજ આપતા કહ્યું કે, હું તમને તે મેળવી આપીશ. તમે આશ્વસ્ત થઈને દિવસો પસાર કરો. ત્યારપછી અભયકુમારે સ્વર અને વર્ણનો ભેદ કરનારી ગુટિકાઓ પ્રાપ્ત કરી મનોહર વેપારીનું રૂપ ધારણ કરી વૈશાલી નગરી પહોંચ્યો. રાજદ્વારની નજીકમાં સુંદર દુકાન રાખી, તેમાં દિવ્ય સુગંધી પદાર્થો વેચવા લાગ્યો.
ત્યાં તેણે એક પાટિયા પર શ્રેણિકનું અદ્ભુત રૂપ ચિત્રાવીને દુકાનમાં સ્થાપન કર્યું. ત્રણે કાળ પુષ્પ, ધૂપ, દીપ વગેરેથી ઘણાં આદરપૂર્વક તેની પૂજા કરે છે. પછી સુજ્યેષ્ઠાની દાસીને મનોહર દિવ્ય સુગંધી પદાર્થ આપવા લાગ્યો. તેથી પ્રભાવિત થયેલા ચિત્તવાળી દાસીઓ ત્યાં દરરોજ આવવા લાગી. કોઈ દિવસે દાસીએ પૂછ્યું કે, આ કોની પ્રતિકૃતિ છે. ત્યારે અભયે કહ્યું કે, આ અમારા રાજા છે. તેના સર્વાંગો ઘણો મનોહર છે જો કે તેના સમગ્ર રૂપનો આબેહૂબ અંશ પણ ચિતરવો શક્ય નથી.
ત્યારપછી દાસીઓએ આ સર્વ વૃત્તાંત સુજ્યેષ્ઠાને જણાવ્યો. ત્યારે સુજ્યેષ્ઠાએ તે પ્રતિકૃતિ લાવવા કહ્યું, તેથી દાસીઓએ અભય પાસે તે ચિત્રની માંગણી કરી. ત્યારે અભયે કહ્યું કે, આ તો મનોરથ પૂર્ણ કરનાર ચિંતામણી છે તેને કેવી રીતે આપી શકું ? તમારા સ્વામિનીને તેમના તરફ આદર છે કે નહીં તે કોણ જાણી શકે ? ત્યારે સુજ્યેષ્ઠાએ દેવગુરુ આદિના સોગંદ ખાઈને તે પ્રતિકૃતિ ઘણાં આદરપૂર્વક લાવવા ફરી માંગણી કરી. ત્યારે અભયે તે ચિત્ર આપ્યું. સુજ્યેષ્ઠા અનિમેષ નયને તે ચિત્રને નીરખવા લાગી અને ચિત્તમાં શ્રેણિકનું ધ્યાન કરવા લાગી.
ત્યારપછી તેણી શૂન્ય ચિત્ત થઈ ગઈ. કામવિહ્વળ બની ગઈ, પોતાની વિશ્વાસુ સખીને કહેવા લાગી કે તું મને આમનો મેળાપ કરાવી આપ. ત્યારે દાસીએ અભયને જઈને વાત કરી કે અમારી સ્વામિની આમના વિના એક ક્ષણ રહી શકે તેમ નથી. તો શ્રેણિકને મેળવવાનો ઉપાય બતાવો. અભયે કહ્યું કે, જો તેણી આ રાજા સાથે જલ્દી ભાગી જવાને તૈયાર હોય તો હું ઉપાય કરું. સુજ્યેષ્ઠાએ તે વાત સ્વીકારી. ત્યારે અભયે તેને કહ્યું કે, જો તેણી અમુક સુરંગથી અમુક રાત્રે પ્રથમ પ્રહરે તૈયાર રહે તો શ્રેણિક જાતે તેને લઈ જશે. પણ આ વાત તમારે કોઈને કહેવી નહીં.
આગમ કથાનુયોગ-૩
કામાગ્નિના
ત્યારપછી અભયે નગરના દરવાજાથી છેક કન્યાના અંતઃપુર સુધીની સુરંગ ખોદાવી. બીજી તરફ આદરપૂર્વક શ્રેણિક રાજાને સમાચાર મોકલ્યા. શ્રેણિકે બત્રીશ સુંદર રથ અને વીર સારથી સહિત સુરંગમાં પ્રવેશ કર્યો. સુજ્યેષ્ઠાને જોઈને શ્રેણિકે તુરંત રથમાં આવી જવા કહ્યું. તેણીએ ચેન્નણાને પણ સાથે આવવા કહ્યું. ચેલણા તુરંત રથમાં ચડી શ્રેણિક સાથે બેસી ગઈ. હમણાં આવું કહી સુજ્યેષ્ઠા પોતાના અલંકારનો દાબડો લેવા ગઈ તેને થોડી વાર થતા શ્રેણિક ચેઘણાને લઈ નીકળી ગયા.
101
ચેન્નણાનો દોહદ પૂર્ણ કરવો :
(આ કથાનો મુખ્ય સંબંધ શ્રેણિક—ચેક્ષણા અને કોણિક સાથે જ છે. તો પણ અભયકુમારે પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org