________________
શ્રમણ કથાઓ
૩૦૫
બુદ્ધિ વડે જે રીતે તેના દોહદની પૂર્તિ કરી તે તેની બુદ્ધિને જણાવવા કેટલોક કથાંશ જૂ કરેલ છે.)
જ્યારે કોણિકનો જીવ ચેલણાના ગર્ભમાં આવ્યો ત્યારે તેણીને શ્રેણિક રાજાનું માંસ ખાવાના, લોહી પાવાના અશુભ દોહદ ઉત્પન્ન થવા લાગ્યા – યાવત્ – તેણીનું શરીર ક્ષીણ થવા લાગ્યું, ત્યારે શ્રેણિક રાજાએ તેણીને આશ્વાસન આપતા કહ્યું કે, હે દેવી! તું દુઃખ ન લગાડ. હું તારા દોહદ પૂર્ણ થાય તેવું કંઈક કરીશ.
રાજાએ એકાંતમાં અભયકુમારને આ વાત કરી ત્યારે અભયકુમારે પોતાની બુદ્ધિ વડે તેનો ઉપાય શોધ્યો – તેણે મૃગલાનું માંસ મંગાવ્યું. તેના પર અલતાનો ઘણો પાતળો રસ ચોપડાવીને શ્રેણિક રાજાના પેટ ઉપર સજ્જડ મજબૂત પાટો બંધાવ્યો. પછી ચેલણાની નજીક આસન સ્થાપીને તે પટ્ટ ઉઠાવી, છરી વડે પેટ કાપીને, સિત્કાર કરતા કાપી કાપીને માંસ આપે છે. અલતાનો રસ ચોપડેલ હોવાથી તેણી પણ સંતોષ પામીને સ્વાદપૂર્વક તે ખાય છે.
ત્યારપછી રાજાને કેટલું દુઃખ થતું હશે તેવો વિચાર આવતા ચેઘણા મૂછ પામી. ત્યારે રાજાએ તેને શુદ્ધિમાં લાવી, આશ્વાસન આપ્યું કે, સંરોહિણી ઔષધિ વડે આ પ્રહારની હમણાં રુઝ આવી જશે. આ પ્રમાણે ધીરજ આપી, ચેલણાને સંતોષ પમાડીને રાજા ત્યાંથી નીકળી ગયો.
આ રીતે અભયે પોતાની બુદ્ધિ વડે પોતાની લઘુમાતા ચેલણાનો દોહદ પૂર્ણ કર્યો. –૦- ધારિણી માતાના દોહદની પૂર્તિ :
જ્યારે રાજા શ્રેણિકની એક પત્ની અને અભયકુમારની લઘુમાતા ધારિણી દેવીને મેઘકુમારનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારે અકાળે મેઘનો દોહદ ઉત્પન્ન થયેલો અભયકુમારે તેના દોહદની પૂર્તિ કરી. આ કથા સંપૂર્ણપણે મેઘકુમારના કથાનકમાં આવી ગયેલ છે. કથા જુઓ “મેઘકુમાર". –૦- રાજા પ્રદ્યોત સાથેની ઘટના :
કોઈ વખતે ઉજ્જૈની નગરીથી રાજા પ્રદ્યોત પોતાની મોટી સેના સહિત આવ્યો. તેણે શ્રેણિકને ઘેરવાની તૈયારી કરી. ઘણો ભય પામેલા રાજાને અભયે કહ્યું કે, તમે તેના મોટા સૈનિક સમુદાયથી ભય ન પામશો. હું તેમને ભગાડી મૂકીશ.
અભય જાણતો હતો કે પ્રદ્યોત બીજા ખંડિયા રાજાઓ સાથે આવે છે. પણ તે રાજાઓ હજી પહોંચ્યા નથી. પછી તેમના પડાવોની માહિતી મેળવી. જ્યાં ખંડિયા રાજાનો પડાવ નંખાવાનો હતો ત્યાં પહેલેથી ભૂમિમાં નિધાનના કળશો દટાવી દીધા. જ્યારે તે ખંડિયા રાજાઓ પોતપોતાના પડાવમાં આવ્યા. એટલે શ્રેણિક રાજાએ પ્રદ્યોત રાજા સાથે અતિ મહાનું યુદ્ધ આદર્યું.
ત્યારપછી અભયકુમારે રાજા પ્રદ્યોતની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરાવવા માટે પ્રદ્યતને એક લેખ લખ્યો. તમારા સર્વે ખંડિયા રાજાઓને શ્રેણિક રાજાએ લાલચ આપીને ફોડી નાંખ્યા છે. આ વાત તદ્દન સત્ય છે. તે સર્વે એકઠાં મળીને નક્કી તમને શ્રેણિક રાજાને હવાલે કરી દેશે. આ વાતમાં શંકા હોય તો તમે તે રાજાઓના પડાવ ખોદાવી તપાસ કરાવજો. પ્રદ્યોત રાજાએ તપાસ કરાવતા સોના મહોર ભરેલા કળશો જોયા. તે જાણીને
Jain E
nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org