________________
શ્રમણ કથાઓ
પછી તેણે ગાયનું છાણ મંગાવ્યું. પછી તેણે હીરા જડિત મુદ્રા છાણમાં ખૂંચી જાય તે રીતે છાણ તેમણે ખાલી કૂવામાં ફેંક્યુ. પછી છાણની આસપાસ સળગતો ઘાસનો પૂળો ફેંકીને છાણને સૂકવી નાંખ્યુ. પછી બીજી વાવડીમાંથી પાણી ખેંચાવીને આ વાવડી ભરી દીધી. મુદ્રિકા સહિત છાણું તુરંત જ તરતું તરતું ઉપર આવી ગયું. કાંઠે બેઠા—બેઠા પાણી ઉપર તરતું છાણું બહાર કાઢીને તેમાંથી મુદ્રિકા ખેંચી તેઓને અર્પણ કર્યું. આશ્ચર્યચકિત થયેલા રાજપુરુષોએ અભયકુમારને સાથે લઈ જઈને મુદ્રિકા રાજાને આપી.
જ્યારે રાજા શ્રેણિકે પૂછ્યું કે, આ બુદ્ધિનો પ્રભાવ કોનો છે ? ત્યારે તેઓએ બાળ અભયકુમારને બતાવ્યા. અભયે પણ રાજાને પ્રણામ કર્યા. રાજાએ શંકા વ્યક્ત કરી. પછી રાજાએ તેને પૂછ્યું કે, હે વત્સ ! તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે ? ત્યારે તેણે કહ્યું, હું બેન્નાતટ ગામથી આવેલો છું, ત્યારે રાજાએ તેને પૂછ્યું કે, તું કોનો પુત્ર છે ? ત્યારે અભયકુમારે કહ્યું કે, મેં જ્યારે મારી માતાને આ પ્રશ્ન પૂછયો ત્યારે તેણીએ કહ્યું કે, વીજળીના કણ સરખા નિષ્ઠુર એવા કોઈ પરદેશમાં દૂર વસતા તારા પિતા છે.
303
તે વખતે શંકિત મનવાળા રાજાએ પૂછ્યું કે, ત્યાં તું ભદ્રશેઠને ઓળખે છે ? અભયે કહ્યું, હું બધાંને ઓળખું છું, પણ મને કોઈ ઓળખતું નથી. ફરી પૂછયું કે, તેને સુનંદા નામની પુત્રી છે, તેને કુશળ વર્તે છે ? હા, તેને કુશળ છે. ત્યારે તેના આશ્ચર્યકારી વચનથી, યુક્તિથી, બુદ્ધિ વિશેષથી અને પુત્રસ્નેહથી પ્રભાવિત થયેલા રાજાએ તેને પકડીને ખોળામાં બેસાડ્યો. આલિંગન આપ્યું. વિચારે છે કે, મારાથી ઉત્પન્ન થયેલા પુત્ર સિવાય આવી બુદ્ધિ કોની હોય ?
શ્રેણિક રાજાએ પૂછ્યું કે, હે પુત્ર ! તારી માતા ક્યાં છે ? તેણી નગરના બહારના ઉદ્યાનમાં છે. ત્યારે શ્રેણિક રાજાએ ઘણાં જ આડંબરપૂર્વક, નગર શણગારાવી, તેણીના પ્રવેશ માટેની તૈયારી કરાવી. શ્રૃંગાર સજતા સુનંદા (નંદા)ને પુત્ર અટકાવીને કહ્યું, ભર્તારના વિયોગમાં કુલીન સ્ત્રીઓને આવો સાદો વેશ જ શોભે. હાથણી પર આરૂઢ થઈ, પુત્રને ખોળામાં બેસાડી, રાજાએ જાતે જ તેમનો નગર પ્રવેશ કરાવ્યો, અંતઃપુરના શ્રેષ્ઠ મહેલમાં દાખલ કરી સુંદર પ્રાસાદ આપ્યો. અભયકુમાર રાજકુમારને પોતાની નજીકનો મહેલ આપ્યો.
ત્યારપછી યોગ્ય સમયે શ્રેણિક રાજાએ પોતાની બહેન સેના (સુષેણા)ની અતિ રૂપવતી પુત્રીને અભયકુમાર સાથે પરણાવી. તેની સાથે અભય ભોગ ભોગવવા લાગ્યો. રાજાએ તેને પોતાના સમગ્ર મંત્રી મંડળનો મહામંત્રી બનાવ્યો.
૦ અભયકુમારની બુદ્ધિના વિવિધ દૃષ્ટાંતો :ચેલ્લણાનું હરણ :~
ચેડા (ચેટક) રાજાને સાત પુત્રીઓ હતી. પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા અને ચેઘણા. તેમાંની પ્રથમ પાંચ પુત્રીઓના વિવાહ થઈ ગયેલા. સુજ્યેષ્ઠા અને ચેન્નણા બે પુત્રીઓ કુંવારી હતી. કોઈ પ્રવ્રાજિકાએ સુજ્યેષ્ઠાનું આબેહૂબ ચિત્ર બનાવીને રાજગૃહ જઈને રાજા શ્રેણિકને બતાવ્યું. રાજા કામવિહ્વળ થયો, તેણે સુજ્યેષ્ઠા કન્યા માટે માંગણી કરી જે રાજા દ્વારા સ્વીકાર કરાઈ નહીં. રાજા શ્રેણિક
For Private & Personal Use Only
www.jainelibrary.org
=0=
Jain Education International
-