________________
૩૦૨
આગમ કથાનુયોગ-૩
રીતે તેણે પરીક્ષા કરી, (તેનું વર્ણન શ્રેણિકની કથામાં જોવું) ત્યારે શ્રેણિક રાજા પોતાનો આદર-સત્કાર થતો ન જોઈને તથા પરાભવ થતો જાણીને કોઈ વખતે ત્યાંથી એકલો નીકળી પડ્યો. દેશાંતર ભ્રમણ કરતા બેત્રાટ નગરે આવ્યો – યાવત્ – ભદ્ર શેઠની વિનંતીથી શ્રેણિકે તેમની પુત્રી સુનંદા સાથે લગ્ન કર્યા. (વિશેષ કથા શ્રેણિક કથાથી જાણવી)
કોઈ વખતે રાજા શ્રેણિક સાથે ભોગ ભોગવતા સુનંદાને સ્વપ્ન આવ્યું. તેમાં હાથીનું સ્વપ્ન જોઈને તેણી જાગી. દેવલોકથી ચ્યવીને કોઈ જીવ તેની કુક્ષિમાં આવ્યો. તેણીએ પતિને આ વાતનું નિવેદન કર્યું. ત્યારે શ્રેણિકે સુનંદાને (જેનું બીજું નામ નંદા પણ છે તેને) કહ્યું કે, તને ઉત્તમ પુત્રનો લાભ થશે – યાવત્ – શ્રેણિક રાજા તેણીને બેન્નાતટ નગરીએ છોડીને પિતાના સમાચારથી રાજગૃહ પહોંચ્યા, રાજા થયા. ૦ અભયકુમારનો જન્મ :
ગર્ભના પ્રભાવથી સુનંદાને (નંદા ને) એવો દોહદ ઉત્પન્ન થયો કે, સર્વાગ શૃંગાર કરી, આભુષણ પહેરી, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને અમારી પડહ-ઉદ્ઘોષણા કરાવવાપૂર્વક દીન, અનાથ વગેરે જે કોઈ માગણી કરે તેને દાન આપું. ભદ્ર શેઠે રાજાને વિનંતી કરી ત્યારે રાજા દ્વારા સુનંદાનો દોહદ પૂર્ણ કરાયો.
ત્યારે સુનંદા અતિ હર્ષિત થઈ. પછી પ્રશસ્ત નક્ષત્ર, યોગ, લગ્ન સમયે લાખો શુભ લક્ષણોથી લક્ષિત દેહવાળો પુત્ર જન્મ્યો. તેનું સુનંદાના દોહદ અનુસાર અમારી ઘોષણાપૂર્વક
અભય” કુમાર એવું નામ રખાયું. લોકોના મનને આનંદ આપનાર, પિતાના મનોરથો સહ વૃદ્ધિ પામતો ક્રમશઃ નિર્મળ બુદ્ધિવાળો થયો. તે આઠ વર્ષનો થયો.
શાળામાં જ્યારે અભયને ન–બાપો (પિતારહિત) કહ્યો ત્યારે માતા પાસે પિતાની ઓળખ માંગી. ત્યારે સુનંદાએ તેને સમગ્ર વૃત્તાંત જણાવ્યો. પછી શ્રેણિક રાજાએ ભારવટ પર લખેલો લેખ બતાવ્યો. તે લખેલા અક્ષરનો પરમાર્થ જાણીને અભયકુમારે માતાને કહ્યું કે, અહીં રહેવાનું શું કામ છે ? મારાપિતા રાજગૃહના રાજા છે, આપણે ત્યાં જઈએ. ૦ અભયકુમારનું પિતા સાથે મિલન :
અભયકુમાર સારા દિવસે શકુન જોઈને માતા સાથે રાજગૃહ નગરી પહોંચ્યા. તેણે માતાને બહારના ઉદ્યાનમાં બેસાડીને નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઘણાં લોકોને એકઠા થયેલા જોયા. ત્યારે બાળક અભયકુમારે પૂછ્યું, નગર લોકો એકઠાં થઈને શું જુવે છે ? તેજના રાશિ સમાન બાળકને રાજપુરુષોએ જણાવ્યું કે, રાજાને અહીં પ૦૦ મંત્રીઓ છે. તેમાં અતિબુદ્ધિશાળી હોય તેને મુખ્યપ્રધાન પદ આપવું છે. તે પુરુષની બુદ્ધિની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે ઠરાવેલ છે.
જે એક ખાલી–પાણી વગરની વાવડીમાં મુદ્રિકા નાખી છે. જો કોઈ વાવડીના કિનારા પર બેસીને હાથમાં લઈને તમને કોઈ મુદ્રિકા અર્પણ કરે તો તેને મારી પાસે લાવવો. દરરોજ અનેક પુરુષો અહીં આવે છે, છ માસ થવા છતાં હજુ કોઈ આ કસોટી પૂર્ણ કરી શક્યું નથી. ત્યારે બાળક અભયકુમારે પૂછયું કે, કોઈ બીજા કસોટીને પાર કરે તો તેને શો લાભ ? શું તમે તેને તે પદ આપશો ? ત્યારે તેમણે સંમતિ આપી.
ત્યારપછી અભયકુમાર ખાલી વાવડીના કાંઠે પલાંઠી વાળી સ્થિર આસને બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org