________________
૩૦૦
આગમ કથાનુયોગ-૩
૦ લષ્ટદંત કુમાર કથા :
લષ્ટદંતકુમાર રાજગૃહ નગરના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૨ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. તેઓ વિપુલ પર્વત કાળ કરી અપરાજિત નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી.
૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧, ૨;
૦ વેહલ કુમાર કથા :
રાજગૃહ નગરના રાજા શ્રેણિકની એક પત્ની ચલણા હતી.
તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાના પુત્ર અને ચેલણાદેવીના અંગજ અને કૂણિક રાજાના સહોદર ભાઈ વેહલ નામે રાજકુમાર હતા. વેહઘને કોણિક ઉપરાંત હલ નામે પણ. એક સહોદર ભાઈ હતા. તે સુકુમાર – યાવત્ – રૂપ સૌંદર્યશાળી હતો.
શ્રેણિક રાજા જીવિત હતા ત્યારે જ તેણે પહેલેથી જ વેહલ્લકુમારને સેચનક નામક ગંધહસ્તી અને અઢારસરો હાર આપી દીધેલ હતા. (વિ.નિ. ૧૨૮૪ની વૃ.માં હલને હાથી આપ્યાનો ઉલ્લેખ કરેલ છે.)
તે વેહલકુમાર અંતઃપુર પરિવારની સાથે સેચનક ગંધહસ્તિ પર આરૂઢ થઈને દિવ્યહાર (દેવદત્તહાર અથવા અઢારસરો હાર) પહેરીને, તથા અભયકુમારની દીક્ષા બાદ નંદી રાણી દ્વારા અપાયેલ દિવ્યવસ્ર યુગલ અને દિવ્યકુંડલ યુગલ ધારણ કરીને ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળતો અને સ્નાન કરવાને માટે વારંવાર ગંગા મહાનદીમાં ઉતરતો.
તે સમયે તે સેચનક ગંધહસ્તી રાણીઓને સુંઢ વડે પકડતો, પકડીને કોઈને પીઠ પર બેસાડતો, કોઈને સ્કંધ પર બેસાડતો, કોઈને ગંડ સ્થળ પર બેસાડતો, કોઈને મસ્તક પર બેસાડતો, કોઈને દંત–મૂશળ પર બેસાડતો, કોઈને સૂંઢમાં લઈને ઝુલાવતો, કોઈને દાંતોની વચ્ચે લેતો, કોઈને ફુવારાથી નવડાવતો અને કોઈ—કોઈને અનેક પ્રકારની ક્રીડા વડે ક્રીડિત કરતો હતો.
ત્યારે ચંપાનગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, મહાપથી અને સામાન્ય પથોમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા, બોલતા, જણાવતા અને પ્રરૂપિત કરતા હતા કે હે દેવાનુપ્રિયો ! અંતઃપુર પરિવારને સાથે લઈને વેહલકુમાર સેચનક ગંધહસ્તી દ્વારા અનેક પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા છે. વાસ્તવમાં વેહલકુમાર જ રાજલક્ષ્મીનું સુંદર ફળ અનુભવી રહ્યા છે. કૂણિક રાજા રાજ્યશ્રીનો ઉપભોગ કરતા નથી.
ત્યારે કૂણિક રાજાની પત્ની પદ્માવતી દેવીએ વેહલકુમારને આ રીતે વિકાસ કરતો જોઈને તેમજ પ્રજાજનોના કથનને સાંભળીને આવો સંકલ્પ – યાવત્ – વિચાર સમુત્પન્ન થયો – યાવત્ – કૂણિક રાજાએ એક દિવસ વેહલ્લ કુમારને બોલાવ્યા અને સેચનક ગંધહસ્તી તથા અઢાર સરો દિવ્ય હાર માંગ્યો. (આ કથા શ્રાવક કથામાં કોણિક રાજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org