________________
૨૯૮
આગમ કથાનુયોગ-૩
ગુણશીલક ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. રાજા શ્રેણિક તેમની વંદના માટે નીકળ્યા. મેઘકુમારની માફક જાલિકુમાર પણ પ્રભુની વંદનાર્થે નીકળ્યા, એવી જ રીતે દીક્ષિત થયા. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ગુણરત્ન તપ કર્મની સાધના કરી – જે પ્રમાણે સ્કંદકમુનિએ કરી હતી. આ પ્રમાણે સ્કંદકમુનિની જે કંઈ વક્તવ્યતા છે, તે બધી જ અહીં જાણવી. તેમની જેમજ ધર્મ ચિંતવના કરી. ભગવંત પાસેથી અનશન વ્રત ધારણ કરવાની આજ્ઞા લીધી આદિ સમજી લેવું.
સ્કંદમુનિની જેમજ સ્થવીરોની સાથે વિપુલગિરિ પર ચડ્યા. વિશેષ એ કે સોળ વર્ષપર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને કાલમાસમાં–મૃત્યુના સમયે કાળ કરીને ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારરૂપ જ્યોતિષ્ક દેવો તથા સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અચુતકલ્પ અને નવચૈવેયક વિમાનપ્રસ્તરથી ઉપર દૂર ગમન કરીને વિજય વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યારપછી તે સ્થવીર ભગવંતે જાલિ અનગારને કાળગત થયા જાણીને પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો કરીને પાત્ર અને વસ્ત્ર ગ્રહણ કર્યા. તે જ પ્રકારે ઉતર્યા – યાવત્ – આ તેમના આચાર ભાંડોપકરણ છે.
હે ભગવંત ! આ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કરે છે, વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
આપ દેવાનુપ્રિયના અંતેવાસી જલિ નામના અણગાર પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તે જાલિ અણગાર કાળધર્મને પ્રાપ્ત કરીને ક્યાં ગયા? કયાં ઉત્પન્ન થયા?
હે ગૌતમ ! આ પ્રમાણે નિશ્ચયથી મારા અંતેવાસી – યાવત્ – સ્કંદકની વિક્તવ્યતા અનુસાર બધું જ કહેવું – યાવત્ – કાળ કરીને ઊંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારરૂપ જ્યોતિષ્ક દેવો – યાવત્ – વિજય વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
હે ભગવંત ! જાલિદેવની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! બત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે.
હે ભગવંત! તે જાલિદેવ આયુભય, ભવલય, સ્થિતિશય થયા પછી તે દેવલોકથી જ્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧;
– » –– ૪ – ૦ માલિકુમાર કથા :
મયાલિકુમાર રાજગૃહનગરીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૬ વર્ષના શ્રમણપર્યાયનું પાલન કર્યું. તેઓ કાળ કરીને વૈજયંત નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મયાલિદેવ ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org