________________
શ્રમણ કથાઓ
૨૯૭
૦ સુપ્રતિષ્ઠ કથા :
સુપ્રતિષ્ઠ ગાથાપતિની કથા આ જ પ્રમાણે જાણવી. વિશેષ એ કે, તેઓ શ્રાવસ્તી નગરીના નિવાસી હતા. તેમણે સત્તાવીશ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો – યાવત્ – વિપુલગિરિ પર સિદ્ધ થયા. ૦ મેઘ કથા :
મેઘ ગાથાપતિનો વૃત્તાંત પણ આ પ્રમાણે જ જાણવો. વિશેષ એ કે, તેઓ રાજગૃહ નગરના હતા. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાય પાળી, વિપુલ પર્વતે મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :શાશ્યપ થી ર ગાથાપતિ સુધીની કથાના સંદર્ભ :અંત ૨૪, ૨૮ થી ૩૮
– ૮ – – ૦ અલક્ષ્ય કથા :
તે કાળે, તે સમયે વાણારસી નામક નગરી હતી. તે નગરીમાં કામ મહાવન નામક ચૈત્ય હતું. તે નગરીમાં અલક્ષ્ય નામે રાજા હતો.
તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – વિચરણ કરતા મહાવન ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદા (ભગવંત વંદનાર્થે) નીકળી.
ત્યારે તે અલક્ષ્ય રાજા પણ ભગવંત મહાવીરના આગમન સમાચાર સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયા અને કોણિક રાજાની માફક તે પણ – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. ભગવંતે ધર્મકથા કહી.
ત્યારપછી અલક્ષ્ય રાજા પણ ઉદાયન રાજાની સમાન શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યા અને પ્રવૃજિત થયા. વિશેષતા માત્ર એ કે તેમણે પોતાના મોટા પુત્રને રાજ્યના સિંહાસને બેસાડ્યા.
અલક્ષ્ય રાજર્ષિએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું – યાવત્ – તે વિપુલ પર્વતે સિદ્ધ થયા.
૦ આગમ સંદર્ભ :– અંત. ૨૪, ૪૦;
૦ જાલિકુમાર કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. જે ઋદ્ધિસંપન્ન, ધનધાન્યાદિ વડે સમૃદ્ધ હતું. તેની બહાર ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા હતો. ધારિણી રાણી હતી. ધારિણીદેવીએ સ્વપ્નમાં સિંહને જોયો. મેઘકુમારની સમાન જાલિકુમારનો જન્મ થયો. આઠ કન્યાઓ સાથે વિવાહ થયો. આઠ–આઠ પ્રકારે પ્રતિદાન આવ્યું. (ઇત્યાદિ સર્વે મેઘકુમાર પ્રમાણે જાણવું)
ત્યારપછી તે જાલિકુમાર ઉત્તમ પ્રાસાદમાં રહીને મૃદંગો આદિના ધ્વનિપૂર્વક – થાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા – અનુભવ કરતા વિચરણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org