________________
શ્રમણ કથાઓ
વિચરવું કલ્પે. એવું વિચારીને આ પ્રકારનો અભિગ્રહ લીધો. અભિગ્રહ લઈને જીવનપર્યંતને માટે નિરંતર છ–છટ્ઠ ભક્ત તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે અર્જુન અણગાર છટ્ઠ ભક્ત તપના પારણે દિવસના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરતા, બીજા પ્રહરમાં ધ્યાન કરતા, ત્રીજા પ્રહરમાં ગૌતમસ્વામીની સમાન યાવત્ – રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા જોઈને ઘણી જ સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, મોટા અને યુવાનો આ પ્રમાણે કહેતા હતા—
આણે મારા પિતાને માર્યા છે, આણે મારી માતાને મારેલ છે. આણે મારી પત્ની, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂને મારેલ છે. આણે મારા બીજા દૂરના અને નીકટના સ્વજન, સંબંધી, પરિચિતને મારેલ છે. એમ કહીને કોઈ ક્રોધિત થતા હતા ગાળો આપતા હતા, કોઈ હીલના કરતા હતા, કોઈ નિંદા કરતા હતા, ખ્રિસા કરતા હતા, ગર્હા કરતા હતા, તર્જના કરતા હતા, તાડના કરતા હતા.
ત્યારે તે અર્જુન અણગાર તે ઘણી બધી સ્ત્રીઓ, પુરુષો, બાળકો, મોટા–વૃદ્ધો, યુવકો આદિ દ્વારા તિરસ્કૃત ~ યાવત્ – તાડિત થવા છતાં પણ તેમના પર મનથી પણ દ્વેષ કરતા ન હતા, પણ સમ્યક્ પ્રકારે સહન કરતા હતા, ક્ષમા કરતા હતા, સહિષ્ણુતા રાખતા હતા, અનુભવતા હતા અને તે સમ્યક્ પ્રકારે સહન કરતા, ક્ષમા કરતા, તિતિક્ષા કરતા અને અનુભવતા રાજગૃહનગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભ્રમણ કરતા હતા. ત્યારે તેમને કદાચ ક્યાંક ભોજન મળતું તો ક્યાંક પાણી ન મળતું, પાણી મળતું તો ભોજન મળતું ન હતું.
૨૯૫
ત્યારે તે અર્જુન અણગાર અદીન, ખિન્ન ન થતા, મલિન મનવાળા ન થતા, અનાવિલ–અકલુષિત, વિષાદરહિત થઈને, ખેદરહિત થઈને યોગીની માફક ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરીને રાજગૃહ નગરથી નીકળતા હતા. નીકળીને જ્યાં ગુણશીલક ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવતા અને આવીને શ્રમણ ભગવંત મહાવીરથી કિંચિત્ દૂરી પર ગમનાગમનનું પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ કરીને અષણીય અનેષણીય સંબંધિ આલોચના કરતા હતા.
એ રીતે આલોચના કરીને આહાર પાણી દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી, મૂર્છારહિત, ગૃદ્ધિરહિત, આસક્તિરહિત અને ઉદાસીન થઈને તેમજ જે રીતે સર્પ બિલમાં સીધો પ્રવેશ કરે છે, તે રીતે જ તે આહારને વાપરતા હતા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કૉઈ દિને રાજગૃહથી નીકળે છે અને નીકળીને બહાર જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ૦ અર્જુન અણગારનો મોક્ષ :
ત્યારપછી અર્જુન અણગારે તે ઉદાર, શ્રેષ્ઠ અને પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ શ્રેષ્ઠ સામર્થ્ય સંપન્ન તપઃકર્મથી આત્માને ભાવિત કરતા, શુદ્ધ કરતા, કંઈક અધિક છ માસ શ્રમણ પર્યાયનું પાલન કર્યું, પાલન કરીને અર્ધ માસિક સંલેખનાથી આત્માની ઝોસણા (આરાધના) કરી, ઝોસણા કરીને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org