________________
આગમ કથાનુયોગ–૩
ત્યારે સુદર્શન શ્રમણોપાસકે પોતાને નિરુપસર્ગ જાણીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ૦ ભગવંતની પર્યુપાસના :
૨૯૪
ત્યારપછી તે અર્જુનમાળી મુહૂર્ત વીત્યા બાદ કેટલાંક સમયે આશ્વસ્ત થઈને ઊભો થયો. ઊભા થઈને સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! આપ કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો ?
ત્યારે સુદર્શન શ્રમણોપાસકે અર્જુનમાળીને આ પ્રમાણે કહ્યું, હું જીવ–અજીવાદિનો જ્ઞાતા એવો સુદર્શન નામનો શ્રમણોપાસક છું. ગુણશીલક ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીરના વંદનને માટે જઈ રહ્યો છું.
ત્યારે અર્જુનમાળીએ સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું પણ તમારી સાથે શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરવા યાવત્ – પર્યાપાસના કરવા
આવું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો.
ત્યારપછી તે સુદર્શન શ્રમણોપાસક અર્જુન માળીની સાથે જ્યાં ગુણશીલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને અર્જુન માળીની સાથે શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા - યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સુદર્શન શ્રમણોપાસક, અર્જુનમાળી અને વિશાળ પર્ષદાની સન્મુખ આશ્ચર્યકારી ધર્મનો ઉપદેશ આપ્યો. (પછી) સુદર્શન પાછો ગયો. અર્જુનમાળીની પ્રવ્રજ્યા અને સંયમજીવન :–
૭
ત્યારે તે અર્જુનમાળી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થયો. થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. કરીને તેણે આ પ્રમાણે કહ્યું
હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હું નિગ્રંથ પ્રવચનની પ્રતીતિ કરું છું. હે ભગવંત ! નિગ્રંથ પ્રવચન પર મને રુચિ છે અને હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનનું સત્કાર–સન્માન કરું છું. તેને ગ્રહણ કરવા ઉદ્યત છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે અર્જુન માળી ઇશાન ખૂણામાં ગયો, જઈને સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને – યાવત્ – અણગાર થઈ ગયો. કુહાડાથી છોલવા છતાં સુગંધ દેનારા ચંદનની સમાન, તૃણમાં કે મણિમાં અને માટીના ઢેફા કે સુવર્ણમાં સમાન મતિવાળો થઈને, આ લોક-પરલોકમાં આસક્તિરહિત, જીવન કે મરણ પ્રતિ નિસ્પૃહ, સંસાર પારગામી અને કર્મવિનાશ માટે ઉદ્યત થઈને વિચરવા લાગ્યો.
-
ત્યારે તે અર્જુન અણગારે જે દિવસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે જ દિવસે શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ પ્રકારનો આર્ના અભિગ્રહ સ્વીકાર કર્યો આજથી મારે યાવજ્જીવનને માટે નિરંતર છટ્ઠ ભક્ત છઠ્ઠ ભક્તના તપ દ્વારા આત્માને ભાવિત કરી
Jain Education International
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org