________________
શ્રમણ કથાઓ
૨૯૩
થઈને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. તે તરફ જવાને માટે ઉદ્યત થયો. ૦ અર્જુનમાળીનો ઉપસર્ગ અને તેનું નિવારણ :
ત્યારપછી તે મુગરપાણિ યક્ષે સુદર્શન શ્રમણોપાસકને નજીકથી જતો જોયો. જોઈને ક્રોધાભિભૂત થયો – યાવત્ – દાંત કચકચાવતો હજાર પલ ભારવાળા લોઢાના મુન્નરને ઘુમાવતો-ઘુમાવતો જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો, તે તરફ જવા લાગ્યો.
ત્યારે સુદર્શન શ્રમણોપાસકે મુગરપાણિ યક્ષને આવતો જોયો. જોઈને નિર્ભય તથા ત્રાસ-ઉદ્વેગ અને ક્ષોભરહિત થઈ, કોઈપણ ચંચળતા વિના, અસંભ્રાન્તપણે વસ્ત્ર વડે ભૂમિનું પ્રમાર્જન કરી બંને હાથ જોડી નતમસ્તક થઈ, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું–
અરિહંતોને નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનાર સિદ્ધોને નમસ્કાર થાઓ.
શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને (નમસ્કાર થાઓ).
પહેલા મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું વાવજીવનને માટે પ્રત્યાખ્યાન કરેલ છે, સ્થૂલ મૃષાવાદનું વાવજીવનને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. સ્થૂલ અદત્તાદાનનું માવજીવનને માટે પ્રત્યાખ્યાન કરેલ છે, ચાવજીવન માટે સ્વદારા સંતોષવ્રત ગ્રહણ કરેલ છે, ચાવજીવનને માટે ઇચ્છા પરિમાણ વ્રતનો સ્વીકાર કરેલ છે.
- તો પણ ભગવંતની સાક્ષીએ હવે હું માવજીવનને માટે સર્વથા પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. એ જ પ્રમાણે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનું જીવનપર્યતને માટે સર્વથા પ્રત્યાખ્યાન કરું છું. હું જીવનપર્યતને માટે સર્વ પ્રકારે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો આ પ્રત્યાખ્યાન પારવું મને કલ્પે છે. જો હું આ ઉપસર્ગથી મુક્ત ન થાઉ તો મારે આ પ્રત્યાખ્યાન છે. એ પ્રમાણે વિચારી સાગારી પ્રતિમા અંગીકાર કરી.
ત્યારપછી તે મુદગરપાણિ યક્ષ તે હજાર પલ ભારવાળો લોહમય મુગર ઘુમાવતો ઘુમાવતો જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો ત્યાં આવ્યો. તો પણ તે સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી કોઈપણ પ્રકારે વિચલિત કરવાને તે સમર્થ ન થઈ શક્યો.
ત્યારપછી તે મુદૂગરપાણિ યક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે તરફ ઘૂમવા છતાં પણ સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી પરાજિત ન કરી શક્યો ત્યારે સુદર્શન શ્રમણોપાસકની આગળ પ્રતિપક્ષ (સનુખ) દિશામાં ઊભો રહીને શ્રમણોપાસક સુદર્શનને અનિમેષ દૃષ્ટિ વડે દીર્ધકાળ પર્યત જોતો રહ્યો, જોઈને (તે યક્ષે) અર્જનમાળીનું શરીર છોડી દીધું. છોડીને તે હજાર પલના બનેલા લોઢાના મુરને લઈને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં ચાલ્યો ગયો.
ત્યારપછી તે અર્જુનમાળી મુગરપાણિ યક્ષથી મુક્ત થવાથી “ધનું એવા અવાજ સાથે ભૂમિ પર સર્વાગથી પડી ગયો.
હીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org