________________
૨૯૨
આગમ કથાનુયોગ-૩
ઘોષણા કરો. ઘોષણા કરીને જલ્દીથી મને તેની સૂચના આપો. ૦ ભગવંતના વંશનાર્થે સુદર્શનનું ગમન :
તે રાજગૃહ નગરીમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધનધાન્ય સંપન્ન – યાવત્ - અપરાજિત હતો. તે સુદર્શન શ્રમણોપાસક પણ હતો. તે જીવાજીવનો જ્ઞાતા થઈને – યાવત્ – વિચરતો હતો.
તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વેિ વિચરણ કરતા કરતા ગ્રામાનુગ્રામ વિચરતા અને સુખપૂર્વક વિહાર કરતા જ્યાં રાજગૃહ નગરમાં ગુણશિલક ચૈત્ય હતું ત્યાં પધાર્યા, પધારીને યથારૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારે ઘણાં લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને સુદર્શનના મનમાં આવો અધ્યવસાય, ચિંતન, પ્રાર્થિત, સંકલ્પ ઉત્પન્ન થયો. આ પ્રકારે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – વિચરણ કરી રહ્યા છે. તેથી હું શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરવાને માટે જઉં. આ પ્રકારે વિચાર કરીને જ્યાં માતાપિતા હતા, ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું –
હે માતાપિતા ! શ્રમણ ભગવંત મહાવીર – યાવતુ – વિચરણ કરી રહ્યા છે. તેથી હું જાઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માન કરું અને કલ્યાણરૂપ, મંગલકારક દેવ અને ચૈત્યરૂપ એવા ભગવંતની પર્યપાસના કરું એવી મારી ઇચ્છા છે.
ત્યારપછી માતાપિતાએ સુદર્શન શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! મુદ્રગરપાણિ યક્ષથી વશીભૂત થઈને અર્જુનમાળી રાજગૃહ નગરની બહાર ચારે બાજુ પ્રતિદિન છ પુરુષો અને સાતમી સ્ત્રીની હત્યા કરતો ફરી રહ્યો છે. તેથી હે પુત્ર! શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરવા માટે બહાર ન જા. અન્યથા તારા શરીરને હાનિ પહોંચશે. તેથી તું અહીં રહીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરી લે.
ત્યારે સુદર્શન શ્રેષ્ઠીએ માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે – યાવત - અહીં બેઠા જ કઈ રીતે વંદના કરું ? તેથી હું માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરવા માટે જવા ઈચ્છું છું.
ત્યારપછી માતાપિતા જ્યારે તે સુદર્શન શ્રેષ્ઠીને અનેક પ્રકારની યુક્તિઓ, પ્રરૂપણાઓ, સંજ્ઞતિઓ, નિવેદન અને પ્રતિપાદન દ્વારા કથન કરવામાં, પ્રરૂપિત કરવામાં, જ્ઞાન કરાવવામાં, નિવેદન કરવામાં, પ્રતિપાદિત કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને સુદર્શન શ્રેષ્ઠીએ સ્નાન કર્યું, ધર્મસ્થાનમાં જવા યોગ્ય શુદ્ધ, મંગલરૂપ, ઉત્તમ વસ્ત્રધારણ કર્યા. અલ્પ પણ મૂલ્યવાનું આભૂષણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને પગે ચાલતા રાજગૃહનગરની મધ્યમાં થઈને નીકળ્યો. નીકળી મુદ્ગરપાણિ યક્ષના યક્ષાયતનની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org