________________
૨૯૦
આગમ કથાનુયોગ-૩
૦ આગમ સંદર્ભ :અંત. ૨૪, ૨૬;
૦ અર્જુન માળી કથા :
(અર્જુન માળી એ વ્યવહાર પ્રસિદ્ધ નામ છે. તેનો ઉલ્લેખ “અર્જુન”, “અર્જુનક", “અર્જુને માલાકાર”, “અર્જુનક-માલાકારક”, “અર્જુનમાલાર" ઇત્યાદિ નામથી થયેલ જોવા મળે છે.) ૦ રાજગૃહમાં મુગરપાણિ યશાયતન :
તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો. ચેaણા રાણી હતી.
તે રાજગૃહનગરમાં અર્જુન નામક માલાકાર રહેતો હતો. જે ધનાઢય – ચાવતું – કોઈથી પણ પરાભવને પ્રાપ્ત કરે તેવો ન હતો. તે અર્જુને માલાકારને બંધમતી નામની ભાર્યા હતી. જે સુકોમલ હાથ–પગ વાળી હતી.
તે અર્જુન માલાકારને રાજગૃહ નગરીની બહાર એક વિશાળ પુષ્પોદ્યાન હતો. જે કૃષ્ણ વર્ણવાળો – યાવત્ – સઘન વૃક્ષોથી આચ્છાદિત હોવાને કારણે વાદળોની ઘનઘોર ઘટાઓથી ઘટાઓથી વ્યાપ્ત જેવો પ્રતીત થતો હતો. તે પંચરંગી પુષ્પોથી શોભાયમાન હોવાને કારણે દર્શનીય – યાવત્ – પ્રતિરૂપ હતો. તે પુષ્પોદ્યાનની નજીક અર્જુન માલાકારના દાદા, પરદાદા અને પિતાના દાદાની કુળ પરંપરાથી ચાલ્યુ આવતું મુદ્ગર પાણીયલનું વલાયતન હતું. જે પ્રાચીન, દિવ્યસત્ય (પ્રભાવવાળું) હતું. જેમ પૂર્ણભદ્ર ચૈત્ય હતું. (તેમ આ ચૈત્ય હતું)
તેમાં ૧૦૦૦ પણ પરિમાણવાળા મોટા લોકમય મુદુગર લઈને રહેલ એક મુગરપાણિ (યક્ષ)ની પ્રતિમા સ્થાપિત હતી. ૦ અર્જુન દ્વારા યક્ષની ઉપાસના :
ત્યારે તે અર્જુન માલાકાર બચપણથી મુદ્ગરપાણિ યક્ષનો ભક્ત થઈ ગયો હતો. તે રોજ વાંસની છાબડી ગ્રહણ કરતો, કરીને રાજગૃહ નગરની બહાર નીકળતો, નીકળીને
જ્યાં પુષ્પોદ્યાન હતો, ત્યાં આવતો. આવીને પુષ્પો ચૂંટતો, ચૂંટીને અગ્રણી–શ્રેષ્ઠ પુષ્પોને લઈને જ્યાં મુગર પાણી યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવતો હતો.
– આવીને તે રોજ મુગર પાણી યક્ષની મહામૂલ્યવાનું સર્વશ્રેષ્ઠ પુષ્પો વડે અર્ચના કરતો હતો, અર્ચના કરીને પંચાંગ નમન કરી પ્રણામ કરતો. ત્યારપછી રાજમાર્ગ પર આજીવિકા કરતો વિચરણ કરતો હતો. ૦ લલિતા ગોષ્ઠી દ્વારા અત્યાચાર :
ત્યાં રાજગૃહ નગરમાં લલિતા નામની ગોષ્ઠિ–મંડળી હતી. જે ધનાઢ્ય – યાવતુ - કોઈથી પરાભવ પામનારી ન હતી. વળી તે મનમાન્યા કામ કરવામાં સ્વચ્છંદ હતી.
ત્યારપછી કોઈ એક દિવસે રાજગૃહ નગરમાં પ્રમોદોત્સવની ઘોષણા થઈ. ત્યારે તે અર્જુન માલાકારે વિચાર્યું કે કાલે ઘણાં બધાં ફૂલોની માંગ રહેશે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org