________________
શ્રમણ કથાઓ
શત્રુંજય પર્વત પર સંલેખના કરી મોક્ષે પધાર્યા. તેનું સમગ્ર કથાનક જાલિકુમારના કથાનક મુજબ જાણવું.
૦ આગમ સંદર્ભ *
અંત. ૧૬, ૧૭;
X
સત્યનેમિ અને દૃઢનેમિ કથા :–
રાજા સમુદ્રવિજય અને રાણી શીવાદેવીના પુત્રોમાંના બે પુત્રો સત્યનેમિ અને દૃઢનેમિ હતા. તેઓ ભગવંત અરિષ્ટનેમિ (તથા રથનેમિ)ના ભાઈઓ હતા. બંનેએ ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. અંતે શત્રુંજયગિરિ પર સંલેખના કરી મોક્ષે સિધાવ્યા. આ બંને કથાનક જાલિકુમાર મુજબ જ જાણવા.
• આગમ સંદર્ભ :
અંત. ૧૬, ૧૭;
X
--
| ૩/૧૯
Jain Education International
*
૦ મકાઈ કથા :
તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ત્યાં ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો.
તે નગરમાં મકાઈ નામનો ગાથાપતિ રહેતો હતો. જે અત્યંત સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતો.
તે કાળ, તે સમયે ધર્મના આદિ—કર શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ નામના ચૈત્યમાં પધાર્યા – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. પર્ષદા (દર્શનાર્થે તથા ધર્મોપદેશ શ્રવણાર્થે નીકળી).
ત્યારે મકાઈ નામનો ગાથાપતિ પણ આ વાતને સાંભળીને ભગવતી સૂત્રમાં વર્ણિત ગંગદત્ત વર્ણન સમાન (જુઓ ગંગદત્ત શ્રમણની કથા) જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી સહસ્રપુરુષવાહિની શિબિકામાં બેસીને નીકળ્યો – યાવત્ – તે અણગાર થઈ ગયા યાવત્ – ઇર્યાસમિતિ આદિથી યુક્ત થઈ ગયા.
ત્યારપછી મકાઈ અણગારે શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. સ્કંદક સમાન ગુણરત્ન તપઃકર્મનું આરાધન કર્યું. ૧૬ વર્ષના દીક્ષા પર્યાયનું પાલન કર્યું અને અંતે સ્કંદકની સમાન વિપુલાચલ પર્વત પર સિદ્ધ થયા. (જુઓ સ્કંદક કથા)
૦ આગમ સંદર્ભ :
અંત. ૨૪ થી ૨૬;
= X ન
૨૦૯
-
ઉત્ત.નિ. ૪૪૮, ૪૪૯ + ;
૦ કિંકમ કથા :
રાજગૃહી નગરીનો એક ગાથાપતિ, ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. વિપુલ પર્વત મોક્ષે ગયા – કિંકમનું સર્વ કથાનક મકાઈ પ્રમાણે જાણવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org