________________
શ્રમણ કથાઓ
૨૮૭
અતુલ્ય પરાક્રમી થયો.
કોઈ વખતે શાંબના તોફાનોની ઘણી ફરિયાદ કૃષ્ણ પાસે આવી. ત્યારે કૃષ્ણ જાંબવતીને વાત કરી. જાંબવતી તે વાત સ્વીકારવા તૈયાર ન થઈ, ત્યારે કૃષ્ણ કહ્યું કે, જો હું તને તારા પુત્રની ચેષ્ટા બતાવું. પછી કૃષ્ણ આહિરનું રૂપ ધારણ કર્યું, જાંબવતીને આહિરીનું રૂપ ધારણ કરાવ્યું. બંને છાશ વેચવા માટે વારિકામાં પ્રવેશ્યા. ત્યારે સ્વેચ્છાચારી એવા શાંબે તેમને જોયા. શાંબે તેણીને બોલાવીને કહ્યું, એ બાઈ અહીં આવ મારે તારું ગોરસ લેવું છે તે સાંભળી આહિરીની શાબની પાછળ ગઈ.
ત્યારે શાંબ એક દેવાલયમાં પ્રવેશ્યો અને આહિરીને અંદર આવવા કહ્યું, આહિરી બોલી હું અંદર નહીં આવું, મને અહીં જ મૂલ્ય આપો. ત્યારે શાંબે તેણીને હાથ પકડીને ખેંચવા માંડી. ત્યારે આહિર તેને મારવા દોડ્યો અને પછી કૃષ્ણ અને જાંબવતીએ પોતાને પ્રગટ કર્યા. માતાપિતાને જોઈને શાંબકુમાર મુખ છુપાવીને નાસી ગયો. ત્યારે કૃષ્ણ જાંબવતીને શાબની દુશેખા બતાવી. તેની નિર્લજ્જતા અને દુશેખા જાણી કૃષ્ણ તેને નગરીની બહાર કાઢી મૂક્યો.
- શાંબ નગરીની બહાર જતો હતો ત્યારે પ્રદ્યુમ્નકુમારે પોતાના બંધુ એવા શબને સ્નેહપૂર્વક પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે કપટ કરી શાંબ સત્યભામા રાણી સાથે પાછો નગરમાં આવ્યો. કપટ દ્વારા જ તેણે નવાણું કન્યાઓ સાથે વિવાહ કર્યા. પછી જાંબવતીએ મોટો ઉત્સવ કર્યો.
કાળક્રમે શાંબકુમાર કૃષ્ણ વાસુદેવના ૬૦,૦૦૦ દુર્દીત યોદ્ધાઓમાં મુખ્ય યોદ્ધો થયો. કૃષ્ણ વાસુદેવનાં ઘણાં યુદ્ધ આદિ કાર્યોમાં તે સાથે રહ્યો. તેણે બલરામના પુત્ર નિષધના પુત્ર સાગરચંદ્રને કમલામેલા સાથે મેળાપ કરાવી પ્રજ્ઞપ્તિવિદ્યાના બળે તેઓના લગ્ન કરાવી આપેલા.
શાંબકુમારની પત્નીઓમાં મૂલશ્રી અને મૂલદત્તાનો વિશિષ્ટરૂપે ઉલ્લેખ આવે છે.
કોઈ વખત અહંત અરિષ્ટનેમિ ભગવંત વિહાર કરી રૈવતગિરિ પધાર્યા. તે વૃત્તાંત જાણી કૃષ્ણ વાસુદેવ શાંબ પાલક આદિ પુત્રોને કહ્યું કે, જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ ભગવંતના વંદન કરશે. તેને હું મારો ઉત્તમ અશ્વ ભેટ આપીશ. આ કથન સાંભળી શાંબકુમાર પ્રાતઃકાળે શય્યામાંથી ઉઠી ઘરમાં જ રહીને ભાવથી ભગવંતને વંદના કરી. તે વખતે પાલકે મોડી રાત્રિએ વહેલા ઉઠીને મહાનું અશ્વ પર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ અને હૃદયના આક્રોશપૂર્વક ફક્ત અશ્વરત્ન મેળવવાની ઇચ્છાથી વંદના કરી.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ભગવંતને જઈને પૂછ્યું કે, હે ભગવંત! આપને પ્રથમ વંદના કોણે કરી ? ત્યારે અત્ અરિષ્ટનેમિએ જવાબ આપ્યો કે, દ્રવ્યથી પાલકે અને ભાવપૂર્વક શાંબે પ્રથમ વંદના કરી, ત્યારે કૃષ્ણ પૂછયું કે, હે સ્વામી ! આપ આમ કઈ રીતે કહો છો ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, પાલક અભવ્ય છે અને જાંબવતી પુત્ર શાંબ ભવ્ય છે. તે સાંભળી કૃષ્ણ વાસુદેવે તેનો ઉત્તમ અશ્વ શાંબકુમારને ભેટ આપ્યો.
(આ પ્રસંગ દ્રવ્ય અને ભાવ વંદનાના તથા બહુમાનના દષ્ટાંતમાં આવે છે.) અર્હત્ અરિષ્ટનેમિએ દ્વારિકાના વિનાશ માટે કૃષ્ણ વાસુદેવે પૂછતા કહેલું કે, શાંબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org