________________
શ્રમણ કથાઓ
સુમુખકુમાર પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :
ઠા.મૂ. ૮૭૦ની ;
.
X
૦ અનાદૃષ્ટિ (કુમાર) કથા :–
દ્વારાવતીના એક રાજા વસુદેવ અને રાણી ધારિણીના એક પુત્ર અનાસૃષ્ટિ કુમાર હતા. ભગવંત અરિષ્ટનેમિ પાસે તેમણે દીક્ષા લીધી. તેઓ શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. તેમની સર્વકથા સુમુખકુમાર પ્રમાણે જાણવી.
૦ આગમ સંદર્ભ :અંત. ૧૦, ૧૪;
― X -- * —
જાલિકુમાર કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (દ્વારાવતી) નામની નગરી હતી. ત્યાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતો હતો થાવત્ – આધિપત્ય કરતો યાવત્ – પાલન કરતો વિચરણ
કરતો હતો.
Jain Education International
—
તે જ દ્વારિકા નગરીમાં વસુદેવ નામનો રાજા હતો. તેમની (પત્ની) રાણીનું નામ ધારિણી હતું. જાલિકુમારનું વર્ણન ગૌતમકુમાર પ્રમાણે જાણવું. વિશેષ એ કે જાલિકુમારે યુવાવસ્થા પ્રાપ્ત કરીને ૫૦ કન્યાઓ સાથે વિવાહ કર્યા તથા ૫૦-૫૦ વસ્તુઓ પ્રીતિદાનમાં મળી.
૨૮૫
જાલિમુનિએ બાર અંગોનું અધ્યયન કર્યું. ૧૬ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કર્યું. શેષ વર્ણન ગૌતમકુમાર સમાન જાણવું. – યાવત્ – શત્રુંજય પર્વત સિદ્ધ થયા.
૦ આગમ સંદર્ભ :
અંત. ૧૬, ૧૭;
XX----
X
અંત. ૧૦, ૧૪;
૦ મયાલિ આદિકુમાર કથા :–
જાલિકુમારની કથાની માફક જ (૧) મયાલિ, (૨) ઉવયાલિ, (૩) પુરુષસેન અને (૪) વારિષણ એ ચારે કુમારોની કથા જાણવી.
૦ આગમ સંદર્ભ :
અંત. ૧૬, ૧૭;
X
૦ પ્રદ્યુમ્નકુમાર કથા :—
કૃષ્ણ વાસુદેવની અનેક રાણીઓમાં એક રુકિમણી નામે રાણી હતી. તેણીને અતિમુક્ત કુમાર મુનિએ કહેવું કે તારે કૃષ્ણ જેવો એક પુત્ર થશે. કોઈ વખતે રુકિમણી રાણીને સ્વપ્ન આવ્યું કે, પોતે એક શ્વેત વૃષભ પર રહેલ વિમાનમાં બેઠી છે. તે જોઈને
For Private & Personal Use Only
www.jainelibrary.org