________________
૨૮૬
આગમ કથાનુયોગ–૩
તેણી જાગૃત થઈ, તે વખતે એક મહર્ષિક દેવ મહાશુક્ર દેવલોકથી ચ્યવીને રુકિમણીના ઉદરમાં અવતર્યો. પ્રાતઃકાળે ઉઠી રુકિમણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણ વાસુદેવને કરી ત્યારે કૃષ્ણે કહ્યું કે, તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એવો પુત્ર થશે.
ત્યારપછી પૂર્ણ સમયે રુકિમણીદેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રની કાંતિથી સર્વ દિશાઓ ઉદ્યોતવાળી થઈ જોઈને તેનું પ્રદ્યુમ્ન નામ પાડ્યું. આ બાળકને ધૂમકેતુદેવ છળકપટથી ઉપાડી ગયો, પણ બાળક ચરમદેહી હોવાથી મૂકી દીધો. પછી કાળસંવર નામના વિદ્યાધરે તેને ઉછેર્યો. સોળ વર્ષ બાદ રુકિમણીનું પુત્ર સાથે મિલન થયું.
કાળક્રમે કૃષ્ણ વાસુદેવના સાડા ત્રણ યાદવકુમારોમાંનો મુખ્ય કુમાર થયો. તેણે કાળ સંવર વિદ્યાધર પાસે ઘણી કળાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. કાળસંવરની પત્ની કનકમાળા પાસેથી તેને ગૌરી અને પ્રાપ્તિ નામની બે વિદ્યાઓ પ્રાપ્ત થયેલી. વિદ્યાના બળથી તેણે ઘણાં ચમત્કારો કરેલા હતા.
પ્રદ્યુમ્નકુમારના વિવાહ રુકિમણી રાણીના ભાઈ રુકિમની પુત્રી વૈદર્ભી સાથે થયેલા. તેનાથી તેમને અનિરુદ્ધ નામે એક પુત્ર પણ થયો હતો. તે સિવાય પણ પ્રદ્યુમ્નને બીજી ઘણી પત્નીઓ હતી.
કાળક્રમે પ્રદ્યુમ્નકુમારે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેમણે બાર અંગોનું અધ્યયન કર્યું. ૧૬ વર્ષનો તેણે દીક્ષા પર્યાય પાળેલો, છેલ્લે એક માસની સંલેખના કરી હતી અને શત્રુંજય તીર્થે તેઓ અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. તેમની શેષકથા જાલિકુમાર સમાન જાણવી. (જુઓ જાલિકુમાર કથા)
(નોંધ :- વર્તમાનકાળે આગમોમાં પ્રદ્યુમ્નકુમારનું કથાનક ઘણું જ અલ્પ પ્રાપ્ત થાય છે. પણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપ્પત્ર મહાપુરુષ ચરિત્ર આદિ ગ્રંથો તથા સ્વતંત્ર કથાનકમાં પ્રદ્યુમ્નકુમાર ચરિત્ર વિસ્તારથી પ્રાપ્ત થાય છે.)
૦ આગમ સંદર્ભ :ઠા.મૂ. ૭૩૮ની વૃ
પણ્ડા. ૧૯;
નાયા. ૧૬૯, ૧૭૪; વÈિ. ૨;
X
Jain Education International
X
૦ શાંબકુમાર કથા :
વાસુદેવ કૃષ્ણને અનેક રાણીઓમાં એક જાંબવતી નામે રાણી હતી. કોઈ વખતે કૃષ્ણ હરિêગમેષી દેવની આરાધના કરી ત્યારે તે દેવે તેમને એક હાર ભેટ આપ્યો. એ હાર કૃષ્ણે જાંબવતીને ભેટ આપ્યો અને તેની સાથે ભોગ ભોગવ્યા. તે રાત્રિએ જાંબવતીએ સ્વપ્નમાં એક સિંહ જોયો, સિંહ જોઈને જાગી. તે વખતે મહાશુક્ર દેવલોકથી ચ્યવીને એક જીવ તેણીના ઉદરમાં આવ્યો. જ્યારે તેણીએ કૃષ્ણને પોતાના સ્વપ્નની વાત કરી ત્યારે કૃષ્ણ વાસુદેવે તેણીને કહ્યું કે, તને પ્રદ્યુમ્ન જેવો પુત્ર થશે.
પૂર્ણ સમયે જાંબવતીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું શાંબકુમાર નામ રાખવામાં આવ્યું. તે ઘણો બુદ્ધિવંત હોવાથી અલ્પકાળમાં તેણે બધી જ કળાઓ શીખી લીધી અને
અંત. ૧૬, ૧૭; આવ.ચૂ.૧પૃ. ૩૫૫;
For Private & Personal Use Only
www.jainelibrary.org