________________
૩૧૦
આગમ કથાનુયોગ-૩
-
-
-
-
-
–૦- ધોબીનો પ્રસંગ :
શ્રેણિક રાજાએ બે વસ્ત્ર કોઈ ધોબીને ધોવા માટે આપેલ. તેવામાં કૌમુદી મહોત્સવ આવતાં ધોબીએ તે વસ્ત્ર પોતાની બે સ્ત્રીઓને પહેરાવ્યા, શ્રેણિક મહોત્સવમાં તે વસ્ત્રો જોઈને ઓળખ્યા. એટલે તાંબુલ દ્વારા તે વસ્ત્ર પર ચિન્હ કર્યું. અભયકુમારે પણ તે જોયું. ધોબીએ ક્ષાર વડે તે ડાઘ દૂર કર્યો. અભયે ધોબીને પૂછીને યથાર્થ વાત જાણી. -૦- સેચનકની મુક્તિ :
કોઈ વખતે સેચનક ગંધહસ્તીને નદીમાં મગરે પકડી લીધો. તે જાણી રાજા ખેદ પામ્યો. ત્યારે અભયે કહ્યું, જો જલકાંત મણિ હોય તો મંગાવો. તેના પ્રભાવથી મગર હાથીને છોડી દેશે. રાજકુળમાં ઘણાં રત્નો હતા. તેમાંથી શોધતા તો વાર લાગશે. તેથી ઉદૂઘોષણા કરાવી. જે જલકાંત મણી આપશે તેને અડધું રાજ્ય અને પુત્રી આપશે. જલકાંત મણી લાવતા ત્યાંથી પાણી ખસી ગયું. તે જાણીને મગરે તુરંત સ્થળને છોડી દીધું. હાથી મુક્ત થઈ ગયો. (વિશેષ અધિકાર કૃતપુણ્યની કથાથી જાણવો) –૦- એકદંડીયા મહેલની રચના :
શ્રેણિક રાજાને એક વખત પત્નીએ કહ્યું કે, મને એક સ્તંભવાળો પ્રાસાદ કરાવી દો. તેણે વર્ધકી–સુતારને કહ્યું, કઠીયારો અટવીમાં ગયો. તેણે એક અતિ મહાનું વૃક્ષને જોયું. તેમાં રહેતા વ્યંતરે અભયને દર્શન આપ્યા. ત્યારે અભયકુમારે કહ્યું કે, મારે એક ખંભવાળો પ્રાસાદ કરવો છે. ત્યારે અભયના કહેવાથી વ્યંતરે તેને એક દંડીયો મહેલ કરી આપ્યો. –૦- ચોરને પકડવો :
એક વખત કોઈ ચાંડાલણીને અકાળે આંબા–કેરી ખાવા ઇચ્છા થઈ. તેના પતિએ કહ્યું, હું આંબો લાવી આપીશ. ત્યારે તેણે પોતાની વિદ્યા વડે ડાળને નમાવી અને આંબો લઈ લીધો. ત્યારપછી તે વારંવાર ડાળ નમાવી આંબા લેવા લાગ્યો. સવારે રાજાએ જોયું કે આંબાની ચોરી થઈ છે, પણ કોઈ દેખાયું નહીં. નક્કી કોઈ મનુષ્ય છે, જેનામાં આવી શક્તિ છે જે મારા અંતઃપુરમાં આવી ગયો છે. તેણે અભયને આ વાત કરી..
ત્યારે અભયકુમારે ચોરની શોધ આરંભી. કોઈ પ્રદેશમાં એક મંડલી ક્રીડા કરી રહી હતી. ત્યાં જઈ અભયે કહયું કે, તમે મારી એક વાત સાંભળો. કોઈ નગરમાં એક દરિદ્ર શ્રેષ્ઠી વસતો હતો. તેને એક રૂપવતી પુત્રી હતી. તેણી સારા વરને પ્રાપ્ત કરવા કામદેવની પૂજા કરતી હતી. તેણીએ એક બગીચામાંથી ચોરીને પુષ્પોથી પૂજા કરી. તે માળીએ જોયું. તેણીને પકડી લીધી. તેણીએ મૂકી દેવા વિનંતી કરી ત્યારે તે માળીએ શરત કરી કે તારા,
જ્યારે લગ્ન થાય ત્યારે તારે તારા પતિને છોડીને તે રાત્રે મારી પાસે આવવું, તો હું તને મૂકી દઉં. તે વાતનો તેણીએ સ્વીકાર કર્યો.
અન્ય કોઈ દિવસે તેણીના લગ્ન થયા. તેણી પતિને સત્ય વૃત્તાંત જણાવ્યો. ત્યાંથી નીકળી, રસ્તામાં રાક્ષસ મળ્યો. જે છ માસે આહાર કરતો હતો. તેણે પકડી, સત્ય વાત કહેતા તેણે છોડી દીધી. પછી રસ્તામાં ચોરે તેણીને પકડી, તેણે પણ સત્ય વાત જાણી છોડી દીધી. પછી માળી પાસે પહોંચી. તેણે પણ પછી તેણીને છોડી દીધી. ત્યારપછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org