________________
શ્રમણ કથાઓ
૩૧૧
અભયે પૂછયું કે, આમાં દુષ્કર કાર્ય કોણે કર્યું?
ત્યારે ઇર્ષ્યાળુએ કહ્યું કે, તેના પતિએ દુષ્કર કાર્ય કર્યું, ભૂખ્યાએ કહ્યું કે, રાક્ષસે દુષ્કર કાર્ય કર્યું, પારદારિકે કહ્યું કે, માળીએ દુષ્કર કાર્ય કર્યું. હરિકેશ ચાંડાલે કહ્યું, ચોરે દુષ્કર કાર્ય કર્યું, તે આધારે અભયકુમારે તેને પકડી લીધો – આ જ ચોર છે. પછી રાજા પાસે જઈને સર્વ વૃત્તાંત કહ્યો. -૦- વજન શોઘવા :
કોઈ વખતે રાજા શ્રેણિકને ધર્મજિજ્ઞાસા થઈ કે આમાં ધાર્મિક કોણ છે? ત્યારે પર્ષદામાં તેણે જાણ્યું કે ધર્મીજન દુર્લભ છે. પ્રાય: લોકો અધાર્મિક હોય છે. તે વખતે અભયકુમારે એક શ્વેત અને એક અશ્વેત ભવન કરાવ્યું. ત્યારે મોટા ભાગના નગરજનો પોતાને ધાર્મિક માની શ્વેત ગૃહમાં પ્રવેશ્યા કેમકે અભયે કહેલું કે, જેઓ ધર્મીજન હોય તેણે શ્વેત ભવનમાં જવું, જેઓ અધર્મી હતા. તેમણે અશ્વેત ભવનમાં જવું.
તે વખતે બે શ્રાવકોએ સારી રીતે મદ્યપાન કરેલ, તે બંને અશ્વેત ભવનમાં પ્રવેશ્યા. તેમને કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, સુસાધુ અને સુશ્રાવક ધર્મોજન છે, તેઓ સદા અપ્રમત્ત રહે છે. જ્યારે અમે તો પ્રમાદી છીએ. અમે મદ્યપાન કર્યું છે. તેથી અમે આ અશ્વેતભવનમાં આવ્યા છીએ.
એ રીતે અભયે સાચા ધર્મીજન શોધી કાઢ્યા. – – દીક્ષિત થયેલ કઠિયારાની અનુમોદના :
• કોઈ એક કઠિયારાએ સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. તે જ્યારે ભિક્ષાર્થે ભ્રમણ કરતા હતા ત્યારે લોકો તેની હેલણા કરતા બોલતા હતા કે આ તે જ કઠિયારો છે જેણે દીક્ષા લીધી છે. આવી વેલણા સહન ન થવાથી તે શિષ્ય આચાર્યને કહ્યું કે, મારાથી રોજ આવા આક્રોશ વચન સહન થતા નથી. આચાર્યએ અભયકુમારને કહ્યું કે, અમે વિહાર કરીએ છીએ. ત્યારે અભયે પૂછયું કે, શું આ ક્ષેત્ર માસકલ્પ પ્રાયોગ્ય પણ નથી ? કે જેથી તમે બીજ વિહાર કરી રહ્યા છો.
ત્યારે આચાર્ય ભગવંતે જણાવ્યું કે, શિષ્ય નિમિત્તે અન્યત્ર વિહાર કરી રહ્યા છીએ. ત્યારે અભયે કહ્યું કે, અહીં વિશ્વસ્ત થઈને રહો. હું આ લોકોનો ઉપાય કરી નિવારણ કરું છું. ત્યારપછી બીજે દિવસે ત્રણ કોડી સુવર્ણની સ્થાપના કરી નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે અભયકુમાર દાન દઈ રહેલ છે.
– લોકો તો આવી ગયા. ત્યારે અભયકુમારે કહ્યું કે, જેઓ આ ત્રણનો પરિત્યાગ કરવા તૈયાર હોય – (૧) અગ્નિ, (૨) પાણી અને (૩) સ્ત્રી. તેમને હું આ ત્રણ કોડી સુવર્ણ દાન આપવા તૈયાર છું. ત્યારે લોકોએ કહ્યું કે, આ ત્રણ વસ્તુ વિના કોડી સુવર્ણને શું કરવાનું ? ત્યારે અભયે કહ્યું કે, "તો પછી આ સાધુને “ભિખારી હતો માટે દીક્ષા લીધી” એમ કેમ કહો છો ? તેની પાસે કંઈ ન હતું અને દીક્ષા લીધી, તો પણ તેણે ત્રણ કોડી સુવર્ણનો ત્યાગ કરેલ જ છે ને ? લોકોએ તે વાત સ્વીકારી. ૦ અભયકુમારની દીક્ષા :
કોઈ વખતે એક દેવ કુષ્ઠિરૂપ લઈને ભગવંત મહાવીરના સમવસરણમાં આવ્યો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org