________________
શ્રમણ કથાઓ
૩૦૧
કથાનકમાં પણ આવવાની છે તેથી અહીં તેનો સંક્ષેપ કર્યો છે.)
ત્યારે વેહલકુમારે કૂણિક રાજાને ઉત્તર આપ્યો, હે સ્વામી ! શ્રેણિક રાજાએ પોતાના જીવનકાળમાં જ મને આ સેચનક ગંધહસ્તી અને અઢારસરો દિવ્યહાર આપેલ છે – યાવત્ – કૂણિક રાજાએ વારંવાર સેચનક ગંધહસ્તી અને અઢારસરો દિવ્ય હાર માંગતા વેહલકુમારના મનમાં વિચાર આવ્યો કે તે (કૂણિક રાજા) તે બંનેને હડપ કરવા માંગે છે – લઈ લેવા માંગે છે – છીનવી લેવા માંગે છે.
ત્યારપછી વેહલકુમાર સેચનક ગંધહસ્તી અને તે હાર લઈને અંતઃપુર પરિવાર સહિત અને ગૃહસ્થીની સાધન સામગ્રી લઈને ચંપાનગરીથી નીકળીને વૈશાલી નગરીમાં પોતાના માતામહ આર્યક ચેટકનો આશ્રય લઈને રડું – યાવત્ – કોઈ દિવસે તે સેચનક ગંધહસ્તી અને અઢારસરો દેવી હાર તથા અંતઃપુર પરિવાર સહિત, ગૃહસ્થીના ઉપકરણ લઈને ચંપાનગરીથી ભાગી નીકળ્યો. વૈશાલી નગરી આવ્યો અને પોતાના નાના ચેટકનો આશ્રય લઈને વૈશાલી નગરીમાં નિવાસ કરવા લાગ્યો.
ત્યારપછી – યાવત્ – (કથા મધ્યેની હકીકત કૂણિક રાજાના કથાનકથી જાણવી) કૂણિક રાજાએ પોતાના નાના ચેટક રાજાને કહેવડાવ્યું કે તેઓ વેહલકુમારને સોંપી દે - યાવત્ – ત્યારપછી રથમૂસલાદિ સંગ્રામ થયો. (જેનું વિસ્તૃત વર્ણન કોણિક કથામાં છે.)
ત્યારપછી કોઈ દિવસે વેહલકુમારે ભગવંત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. ત્યારપછી વિપુલ પર્વત પર કાળધર્મ પામ્યા અને જયંત નામક અનુત્તર વિમાને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષમાં જશે. ઇત્યાદિ કથા જાલિકુમારની કથા પ્રમાણે જાણવી.
૦ આગમ સંદર્ભ :ભગ. ૩૭૨ ની જ
અનુત્ત. ૧, ૨;
નિર. ૧૭, ૧૮; આવ..૧-૫ ૧૭૧;
આવ.નિ ૧૨૮૪ની વ.
– ૪ – ૪ – ૦ વેડાયસ કુમાર કથા :
વેહાયસકુમાર રાજગૃહ નગરના રાજા શ્રેણિક અને રાણી ચેલ્લણાના પુત્ર હતા. ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી, પાંચ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. અંતે વિપુલ પર્વત અનશન કરીને વૈજયંત નામના અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને વેડાયસદેવ મહાવિદેહે મોક્ષે જશે. બાકી સર્વ કથા જાલિકુમાર મુજબ જાણવી.
૦ આગમ સંદર્ભ:અનુત્ત. ૧, ૨,
– ૪ – ૪ – ૦ અભયકુમાર કથા :
રાજગૃહ નગરમાં પ્રસેનજિત નામે રાજા હતો, તેને ધારિણી નામે રાણી હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થયેલ શ્રેણિક નામે પુત્ર હતો. રાજા પ્રસેનજિતને પોતાના પુત્રોમાંથી રાજધુરાને યોગ્ય પુત્ર કોણ છે ? તેની પરીક્ષા કરવાની ઇચ્છા થઈ – યાવતુ – વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org