________________
૨૭૮
આગમ કથાનુયોગ-૩
૦ ગજસુકુમાલની પ્રવજ્યા :
ત્યારે ગજસુકુમાલ રાજાએ કૃષ્ણ વાસુદેવ અને માતાપિતાને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર લાવો તથા વાણંદને બોલાવો. (અંતગડદસા-) મહાબલ સમાન દીક્ષાને માટે અભિનિષ્ક્રમણ કર્યું. (આવશ્યક ચૂર્ણિ-) ભગવંતની સમાન અભિનિષ્ક્રમણ કર્યું. માત્ર ઇન્દ્ર આદિ દેવો સાથે ન હતા – વાવ – કૃષ્ણ ગજસુકુમાલને આગળ કરીને જ્યાં અત્ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા. આવીને – થાવત્ – નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે ખરેખર, હે ભદંત ! ગજસુકુમાલ અમારા એક માત્ર પુત્ર છે, ઇષ્ટ છે – યાવત્ – દર્શનનું તો પૂછવું જ શું ?
તે ઉત્પલ કે પદ્મ કે – યાવત્ – સહસ્ત્રપત્ર કમળ જેમ કાદવમાં જન્મ, જળથી વૃદ્ધિ પામે તો પણ કાદવની રજ કે જળબિંદુથી પાતા નથી. તેમ ગજસુકુમાલ કામમાં જમ્યા, ભોગમાં વૃદ્ધિ પામ્યા તો પણ તેઓ કામરજ કે ભોગરજથી જરા પણ લેપાયા થી. મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી કે પરિજનથી પણ જરાયે ઉપલિપ્ત થયા નથી. હવે તે સંસારભયથી ઉદ્વેગ પામ્યા છે. જન્મ મરણથી ભય પામ્યા છે અને હવે આપ સ્વામીની સમીપે પ્રવ્રજિત થવા ઇચ્છે છે. હે સ્વામી! અમે આપને શિષ્યભિક્ષા આપીએ છીએ. હે સ્વામી ! અમારી શિષ્યભિલાને આપ સ્વીકારો.
હે દેવાનુપ્રિય ! આપને સુખ ઉપજે તેમ કરો.
ત્યારે તે ગજસુકુમાલ ભગવંતની ઇશાન દિશામાં ગયા. સ્વયમેવ આભરણાદિને ઉતાર્યા. જે દેવકીએ ગ્રહણ કર્યા – યાવત્ – તેણે પંચમુષ્ટિક લોચ કર્યો. ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ - નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું, હે ભગવંત! આ લોક જન્મ, જરા, મરણ વડે આલિત છે, પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ ઘર બળતું હોય ત્યારે તેના ભાંડોપકરણ હોય તેમાં મૂલ્યવાનું અને સારભૂત વસ્તુ ગ્રહણ કરીને તે એકાંતમાં ચાલ્યા જાય છે. ત્યારે એમ વિચારે છે કે, આ દ્રવ્ય અને પછી ભવિષ્યમાં હિતને માટે, સુખને માટે, કલ્યાણને માટે, નિઃશ્રેયસને માટે, ભાવિનિધિરૂપ થશે. એ પ્રમાણે મારો પણ આત્મા એક જ ભાંડરૂપ, ઇષ્ટ, કાંત, મનોજ્ઞ, મહાર્ધ – યાવત્ – રત્નના કરંડક સમાન છે. તેથી શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ચોર કે વ્યાલ – યાવતું – પરિષડ–ઉપસર્ગ તેને સ્પર્શે નહીં તે માટે મારા આત્માનો વિસ્તાર મારા હિતને માટે – યાવત્ – સંસારનું છેદન કરનાર થશે.
હું ઇચ્છું છું કે, હે ભગવંત ! આપ સ્વયમેવ મને પ્રવૃતિ કરો, મુંડિત કરો, શીખડાવો, શિક્ષિત કરો, આપ સ્વયમેવ જ આચાર, ગોચર, વિનય, વૈનયિક, ચરણ, કરણ આદિ ધર્મ કહો. ભગવંતે પણ તે પ્રમાણે કર્યું – યાવતુ - ધર્મી કહ્યો. હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ રીતે રહેવું, આ રીતે બેસવું, ઉભું રહેવું, ખાવું, બોલવું આ પ્રમાણે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વનું સંયમપૂર્વક રક્ષણ કરવું.
ત્યારે ગજસુકમાલ કુમારે અર્પતુ અરિષ્ટનેમિ પાસેથી આ અને આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્ પ્રકારે ગ્રહણ કર્યો. ભગવંતની આજ્ઞાનુરૂપ ગમન કરતા, ઊભા રહેતા, બેસતા, ઉઠતા, આહાર કરતા, બોલતા અને અપ્રમત્ત થઈને સાવધાનીપૂર્વક પ્રાણો, ભૂતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org