________________
શ્રમણ કથાઓ
૨૭૯
જીવો અને સત્ત્વોની યતના કરવાને માટે સંયમ સાધના કરવા લાગ્યા.
ત્યારપછી ગજસુકુમાલ અણગાર થઈ ગયા. ઇર્યાસમિતિ આદિથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી તે ગજસુકુમાલ જે દિવસે પ્રવ્રજિત થયા, તે જ દિવસે ચોથા પ્રહરે જ્યાં અત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે ભદંત ! આપની આજ્ઞા લઈને મહાકાલ શ્મશાનમાં એકરાત્રિની મહપ્રતિમા ધારણ કરીને વિચરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારે તે ગજસુકુમાલ અણગાર હર્ષિત થયા, અહંતુ અરિષ્ટનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને પછી અર્પતુ અરિષ્ટનેમિને વંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને અર્પતું અરિષ્ટનેમિની પાસેથી નીકળ્યા. સહસ્ત્રાપ્રવનથી નીકળ્યા. નીકળીને જ્યાં મહાકાલ શ્મશાન હતું ત્યાં આવ્યા. આવીને પ્રાસુક ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કર્યા બાદ ઉચ્ચાર– પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને કાયાને કંઈક નમાવીને, ભુજાઓને લાંબી લટકાવીને અને બંને પગ કંઈક સંકોચીને અપલક નેત્રોથી શુષ્ક પુદ્ગલ પર દૃષ્ટિ કેન્દ્રિત કરીને એકરાત્રિકી મહાપ્રતિમાને સ્વીકારીને ધ્યાનમગ્ન થઈ ગયા. ૦ સોમિલ કૃત ઉપસર્ગ -
એ સમયગાળામાં સોમિલ બ્રાહ્મણ સમિધા આદિ વસ્તુ લાવવાને માટે વારિકા નગરીની બહાર ગયેલો હતો. તેણે સમિધા, દર્ભ, કુશ અને પાંદડાને લીધા, લઈને ત્યાંથી પાછો આવ્યો, ત્યારે નિર્જન અર્થાત્ મનુષ્યોના આવાગમનથી રહિત સંધ્યાકાળે મહાકાળ રમશાનની નજીકથી પસાર થતા–થતા તેણે ગજસુકુમાલ અણગારને જોયા, જોઈને તેના હૃદયમાં વૈરભાવના જાગૃત થઈ અને વૈરભાવના કારણે ક્રોધિત, રુષ્ટ, કુપિત અને ચંડરૂપ થઈને દાંતોને કચકચાવતા આ પ્રમાણે બોલ્યા
અરે ! આ તો તે જ આપ્રાર્થિત–પ્રાર્થિત, અકાલમરણનો ઇછુક, દુરંત પ્રાંત લક્ષણ, ભાગ્યહીન, ચઉદ્દસિયો, શ્રી હી, ધૃતિ, કીર્તિવિહીન ગજસુકમાલ કુમાર છે. જે મારી પુત્રી અને સોમશ્રી બ્રાહ્મણીની આત્મા નિર્દોષ અને નવયૌવના સોમાલિકાને છોડીને મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થઈ ગયો છે. તેથી મારા માટે એ ઉચિત છે કે હું ગજસુકમાલ કુમારથી વૈરનો બદલો લઉં.
- એ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને ચારે દિશાની પ્રતિલેખના કરી (ચારે દિશાનું નિરીક્ષણ કર્યું, જોઈને ભીની માટી લીધી. લઈને જ્યાં ગજસુકુમાલ અણગાર હતા,
ત્યાં આવ્યો, આવીને ગજસુકુમાલકુમારના મસ્તક પર માટીની પાળ બાંધી, બાંધીને સળગતી ચિતામાંથી, ફૂલેલા પલાશના પુષ્પ જેવા લાલ-લાલ બૈરના લાકડાના અંગારાને કોઈ ફુટેલ માટીના વાસણના ટુકડામાં ભર્યા. ભરીને ગજસુકમાલકુમાર અણગારના મસ્તકમાં ભરી દીધા. ત્યારપછી મને કોઈ જોઈ ન જાય એવા ડરથી ભયભીત, ગ્રસિત, ઉદ્વિગ્ન થયેલો તે સોમિલ ત્યાંથી જલ્દીથી ચાલી નીકળ્યો અને જે દિશામાંથી આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org