________________
૨૮૨
ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આમ કહ્યું—
હે કૃષ્ણ તે આ પ્રમાણે છે – જેમ તમે મારા પાદ વંદન માટે જલ્દીથી આવી રહ્યા હતા ત્યારે દ્વારિકા નગરીમાં એક વૃદ્ધ, જરાથી જર્જરિત શરીરવાળા રોગી, ભૂખ્યા, તરસ્યા, દુર્બલ, લાંત પુરુષને વિશાળ ઇંટોના ઢગલામાંથી એકએક ઇંટ લઈને બહાર માર્ગ પરથી ઘરમાં મૂકતો જોયો. ત્યારે તમે તે પુરુષની અનુકંપાથી હાથી પર બેઠા બેઠા જ એક ઇંટ ઉપાડી અને બહારના માર્ગ પરથી તેના ઘરમાં રાખી હતી. તમને એક ઇંટ લઈને તેના ઘરમાં મૂકતા જોઈને સાથે રહેલા અનેક પુરુષોએ તે વિશાળ ઇંટોની રાશિ બહારના માર્ગ પરથી લઈ તેના ઘરમાં રાખી દીધી.
હે કૃષ્ણ ! જે પ્રમાણે તમે તે પુરુષને સહાયતા કરી, તે જ પ્રમાણે હે કૃષ્ણ ! તે પુરુષ દ્વારા (સોમિલ દ્વારા) ગજસુકુમાલ અણગારને પણ અનેક ભવના સંચિત કરેલા કર્મોની ઉદીરણા કરાવીને સમસ્ત કર્મોની નિર્જરા કરવામાં સહાયતા આપવામાં આવેલી છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! તે પુરુષને હું કઈ રીતે જાણી શકું ?
ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતા તમને જોઈને ઊભા—ઊભા જ આયુ તથા સ્થિતિ ક્ષય થવાથી જે (પુરુષ) ત્યાંજ હૃદય ફાટી પડવાથી મરણને પ્રાપ્ત થઈ જાય, ત્યારે તમે જાણી શકશો કે આ તે જ પુરુષ છે. જેણે ગજસુકુમાલ અણગારના પ્રાણ હરણ કર્યાં છે.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ અર્હત્ અરિષ્ટનેમિને વંદન—નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કરીને જ્યાં આભિષેક્સ હસ્તિરત્ન હતો, ત્યાં આવ્યા. આવીને હાથી પર બેઠા. બેસીને જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં પોતાનું ભવન હતું તે તરફ ચાલ્યા. ૦ સોમિલનું મૃત્યુ :
અધ્યવસાય
ત્યારપછી સહસ્રરશ્મિ દિનકર સૂર્યનો પોતાના જાજ્વલ્યમાન તેજની સાથે ઉદય થવાથી અને રાત્રિનો પ્રભાતરૂપ થયું ત્યારે તે સોમિલ બ્રાહ્મણના મનમાં આ આવા પ્રકારનો યાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે, કૃષ્ણ વાસુદેવ અર્હત્ અરિષ્ટનેમિના પાદવંદનને માટે ગયા છે. મારું કાર્ય અરિહંત (પરમાત્મા) જાણે છે. વિશેષરૂપે જાણે છે. કોઈની પાસેથી સાંભળેલ પણ છે (હશે ?) અને તેમના દ્વારા કૃષ્ણ વાસુદેવને કહેવામાં પણ આવશે. કૃષ્ણ વાસુદેવ આ વૃત્તાંતને સાંભળીને ન જાણો મને કેવા કુમોતથી મારશે ? આવો વિચાર કરી ભયભીત, ત્રસિત અને ભયને કારણે ઉદ્વિગ્ન થઈને પોતાના ઘરેથી નીકળી પડ્યો.
આગમ કથાનુયોગ–૩
-
આ તરફ કૃષ્ણ વાસુદેવ પણ ભ્રાતૃશોકને કારણે રાજ્યમાર્ગ છોડીને દ્વારાવતી નગરીમાં ગલીથી (સામાન્ય માર્ગથી) પ્રવેશ કર્યો. જેને કારણે અકસ્માત જ તે બંને સામસામે આવી ગયા.
-
યાવત્
ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ અચાનક જ કૃષ્ણ વાસુદેવને જોઈને ભયભીત ભયાક્રાન્ત થઈને ઊભા ઊભા જ સ્થિતિ ક્ષય થવાથી તેનું હૃદય ભેદાઈ જતા મરણને પ્રાપ્ત થયો અને ધડામ કરતા સર્વાંગથી પડી ગયો. મૃત્યુ પામીને તે અપ્રતિષ્ઠાન
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org