________________
શ્રમણ કથાઓ
હે ભગવન્ ! મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલ અણગાર કયાં છે ? હું તેને વંદન—નમસ્કાર કરવા ઇચ્છું છું.
ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે પોતાનું કાર્ય સાધી લીધું છે.
ત્યારે કૃષ્ણ વાસુદેવ અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્ ! ગજસુકુમાલ અણગારે પોતાનું કાર્ય કઈ રીતે સિદ્ધ કરેલ છે ?
ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આમ કહ્યું–
હે કૃષ્ણ ! કાલે દીક્ષા લીધા બાદ ગજસુકુમાલ અણગારે દિવસના ચોથા પ્રહરે મને વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને મહાકાલ શ્મશાનમાં એક રાત્રિકી મહાપ્રતિમા અંગીકાર કરવા ઇચ્છું છું – યાવત્ – એક રાત્રિકી મહાપ્રતિમા ધારણ કરીને વિચરવા લાગ્યા.
ત્યારપછી તે ગજસુકુમાલ અણગારને એક પુરુષે ધ્યાનસ્થ જોયા, જોઈને ક્રોધાભિભૂત થઈને ગજસુકુમાલ અણગારના મસ્તક પર માટીની પાળ બાંધી, પાળ બાંધીને, સળગતી એવી ચિતામાંથી ફૂટેલા માટીના વાસણમાં ફૂલેલા પલાશ પુષ્પોની સમાન લાલ ખૈરની લાકડીના અંગારા લીધા. લઈને ગજસુકુમાલ અણગારના મસ્તક પર નાંખ્યા, નાંખ્યા પછી ભયભીત થઈને, ઉદ્વિગ્નતાથી ભયાક્રાંત થઈ, ત્યાંથી જલ્દીથી ચાલ્યો ગયો. જઈને જે દિશામાંથી આવ્યો હતો, ત્યાંજ પાછો ગયો.
૨૦૧
મસ્તક પર અંગારા ભરેલ હોવાથી ગજસુકુમાલ અણગારના શરીરમાં ઘણી જ તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ચંડ, અસહ્ય એવી દુઃખરૂપ વેદના થઈ.
તો પણ ગજસુકુમાલ અણગારના મનમાં તે પુરુષ પરત્વે થોડો પણ દ્વેષભાવ ઉત્પન્ન થયો નહીં અને જાજ્વલ્યમાન, અતિ તીવ્ર ~ યાવત્ – અસહ્ય વેદનાને સહન કરી. ત્યારે તે ગજસુકુમાલ અણગારને તે જાજ્વલ્યમાન યાવત્ અસહ્ય મહાવેદનાને સહન કરતા-કરતા પણ શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો અને તદાવરણીય કર્મોના ક્ષય અને કર્મરજને વિનષ્ટ કરનારા અપૂર્વકરણરૂપ પરિણામોને કારણે અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, કૃત્સ્નસકલ પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થયા. પછી તેઓ સિદ્ધ થયા.
.
-
આ પ્રમાણે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે ઇચ્છિત આત્માર્થ સિદ્ધ કર્યો. કૃષ્ણને ક્રોધ થવો – ઉપસર્ગકર્તાની જાણકારી મળવી :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછયું–
હે ભગવન્ ! તે કોણ અપ્રાર્થિત પ્રાર્થિત (મૃત્યુને ઇચ્છનાર) દુરંત પ્રાંત લક્ષણવાળા, હીન પુણ્ય ચાતુર્દશિક, શ્રી–ઠ્ઠી, ધૃતિ, કીર્તિથી રહિત છે, જેણે મારા સહોદર લઘુભ્રાતા ગજસુકુમાલ અણગારને અકાળે જ મોતને ઘાટ ઉતારી દીધેલ છે ?
ત્યારપછી અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! તમે તે પુરુષ પર ક્રોધ ન કરો. કેમકે તે પુરુષે ગજસુકુમાલ અણગારને સહાયતા કરી છે. હે ભગવન્ ! તે પુરુષે ગજસુકુમાલને સહાયતા આપી છે. એવું કેમ કહો છો?
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International