________________
શ્રમણ કથાઓ
૨૭૭
છે, પિત્તનું સ્થાન છે, કફનું સ્થાન છે, શુકનું સ્થાન છે, તથા દુર્ગંધયુક્ત શ્વાસોચ્છવાસ, મળ, મૂત્ર, રસી આદિથી પરિપૂર્ણ છે. મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક, લોહીનો ભંડાર છે અને અધુવ, અનિત્ય, અશાશ્વત છે. સદન, પsણ, વિધ્વંસણ ગુણોથી યુક્ત છે. તેમજ પહેલા કે પછી અવશ્ય જ નષ્ટ થનાર છે.
હે દેવાનુપ્રિય! કોને ખબર છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા લઈને અત્ અરિષ્ટનેમિ ભગવંતની પાસે ખંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
ત્યારપછી જ્યારે કૃષ્ણ વાસુદેવ અને માતાપિતા ગજસુકુમાલને વિષયને અનુકૂળ અને પ્રતિકૂળ એવી ઘણી જ આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, મનાવવા, સંબોધન કરવા અને વિનવવામાં સફળ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં લાચારીથી આ પ્રમાણે કહ્યું
હે પુત્ર! અમે એક દિવસને માટે તારી રાજ્યલક્ષ્મી જોવાને ઇચ્છીએ છીએ. ત્યારે ગજસુકુમાલકુમાર કૃષ્ણ વાસુદેવ અને માતાપિતાની આ વાત સાંભળીને મૌન રહ્યો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી ગજસુકુમાલના રાજ્યાભિષેકને માટે મહાર્થ, મહાઈ, મહાર્ણ વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી લઈને આવો.
ત્યારે તે કૌટુંબિક પુરુષ ગજસુકુમાલકુમારના રાજ્યાભિષેકને માટે મહાઈ, મહાઈ, મહાર્થ સામગ્રી લાવીને ઉપસ્થિત કરે છે.
- ત્યારપછી કૃષ્ણ વાસુદેવ મહાન રાજ્યાભિષેક દ્વારા ભરતચક્રીના અભિષેક અનુસાર ગજસુકુમાલકુમારનો રાજ્યાભિષેક કરે છે, અભિષેક કરીને બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી આ પ્રમાણે કહ્યું
હે આનંદકર ! તમારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તમારો જય થાઓ, જય થાઓ. હે નંદ–કલ્યાણકર ! તમારો જય-જય થાઓ. ન જીતેલાને જીતો. જીતેલાનું પાલન કરો, જીતેલાની મધ્યે વસો. દેવામાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારામંડલમાં ચંદ્ર સમાન, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી સમાન દ્વારિકા નગરી અને અનેક બીજા ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણ મુખ, મલંબ, પતન, આશ્રમ, નિગમ, સંબાહ, સંનિવેશ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞા ઐશ્વર્યત્વ સેનાપતિત્વ, કરતા, પાલન કરતા, જોર જોરથી વગાડાતો (વાદ્ય) નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ધનમૃદંગ, ઢોલ, નગારા આદિના ઘોષપૂર્વક વિપુલ ભોગોપભોગનો ભોગ કરતા વિચરણ કરો. આ પ્રમાણે કહીને જય-જયકાર કર્યો.
ત્યારપછી ગજસુકુમાલ રાજા થઈ ગયા – યાવત્ – રાજ્ય શાસન કરતા વિચારવા લાગ્યા.
ત્યારબાદ કૃષ્ણ વાસુદેવ અને માતાપિતાએ ગજસુકુમાલ રાજાને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! બોલો તમને શું આપીએ ? તમારા ઇષ્ટ–પ્રિયજનોને શું આપીએ ? તમારી હાર્દિક ઇચ્છા શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org