________________
શ્રમણ કથાઓ
૨૭૫
આદિ લેવું કે ખાવું કલ્પતું નથી. તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ ભોગવવા યોગ્ય નથી – યાવત્ – મનુષ્ય સંબંધી ભોગ ભોગવી પછી અત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરજે. (ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું).
પરંતુ હે માતાપિતા ! આ નિગ્રંથ પ્રવચન નપુંસકો, કાયરો, કાપુરુષો, આ લોકસંબંધિ વિષયસુખની અભિલાષા કરનારાઓ, પરલોકના સુખની આકાંક્ષા રાખનારા, સામાન્યજનોને માટે દુષ્કર છે, પરંતુ ધીર અને વીર પુરુષોને માટે નહીં દઢ સંકલ્પી – અધ્યવસાય કરનારા પુરુષાર્થીઓને તેનું પાલન કરવામાં વળી શી મુશ્કેલી ? તેથી હે માતાપિતા! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અહંતુ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રધ્વજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
(નાવશ્ય પૂર્ણિ–૧–પૃ. ૩૫૯ થી ૩૬૧ – ઉક્ત દેવકી અને ગજસુકુમાલ સંવાદ કિંચિત્ ભિન્ન છે તે આ પ્રમાણે છે–
જ્યારે ગજસુકુમાલે બે વખત, ત્રણ વખત જમાલીકુમારની માફક આ પ્રમાણે કહ્યું કે, હે માતાપિતા – યાવતું – હું ધ્વજિત થવા ઇચ્છું છું. ત્યારે તે દેવકી આવા અનિષ્ટ – યાવતું – કઠોર વચનોને સાંભળીને મનોમન મહા દુઃખ વડે અભિભૂત થયા તેના રોમરોમ પ્રસ્વેદમય બન્યા. તેણીના ગાત્રો ગળવા લાગ્યા. અંગેઅંગ શિથિલ થઈ ગયા. નિસ્તેજ અને દીનવિમનસ્ક વદનવાળી થઈ હાથ વડે મસળાયેલ કમળની માળા જેવી થઈ ગઈ. દુર્બળ શરીરવાળી થઈ, લાવણ્યશૂન્ય બની, તેના આભુષણો ઢીલા પડી ગયા. વલયો શિથિલ થઈ સરકવા લાગ્યા. તેણીનું ઉત્તરીય સરકવા લાગ્યું..
મૂછને વશ થઈ તેણીની ચેતના હરાવા લાગી. સુકુમાલ કેશ વિખરાઈ ગયા. ચંપકલતાની જેમ મુઝાવા લાગી. મહોત્સવ પૂર્ણ થયે શોભારહિત થયેલ ઇન્દ્રષ્ટિ જેવી થઈ ગઈ તેણીના સંબિંધનો શિથિલ થઈ ગયા સવગથી ધર્ કરતી નીચે પડી ગઈ. અંતરંગથી તેણી સંભ્રાન્ત થઈ ગઈ. ત્યારપછી અંતપુરના પરિજન વડે સુવર્ણની ભંગારના મુખથી નીકળતી શીતલ જલની વિમલધારા વડે તેણીના અંગોને પરિસિંચિંતુ કરાતા અને વીંઝણાના વાયુ વડે સ્પર્શ પામતા તેણીને આશ્વાસિત કરાતા વિપરાતા મોતી સદશ તેની અશ્રુધારા વહેવા લાગી. તેના વડે તેના સ્તનો સિંચાવા લાગ્યા.
ત્યારે (દેવકી) દીન-વિમનસ્ક થઈ રોતી, કકડતી – યાવતું – વિલાપ કરતી ગજસુકમાલને કહેવા લાગી – હે પુત્ર! તું અમારો એકમાત્ર પુત્ર છે, જે ઇષ્ટ, કાંત, પ્રિય મણામ અને વિશ્વાસ્ય છે. સંમત, બહુમત, અનુમત છે. આભુષણની પેટી સમાન છે. રત્ન અને રત્નરૂપ છે. જીવિતનો આધાર છે, હૃદયને હર્ષ દાતા છે. ઉબર પુષ્પ સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય તેમાં વિસ્મય શું?.
હે પુત્ર ! ક્ષણભરને માટે પણ હું તારો વિયોગ સહન કરી શકું તેમ નથી. તું અહીં જ રહે, ભોગ ભોગવ. વિપુલ મનુષ્ય સંબંધી કામભોગ ભોગવી – યાવતું – અમારા મૃત્યુ બાદ – અમે જીવિત ન હોઈએ ત્યારે પરિણત વય થાય ત્યારે કુળનો વંસતંતુ વધારીને, નિરપેક્ષ થઈને – યાવત્ – પ્રવજ્યા અંગીકાર કરજે. ત્યારે ગજસુકમાલે કહ્યું કે, હે માતાપિતા ! તમે જે આ પ્રમાણે બધું કહ્યું તે તો બરોબર છે.
– પરંતુ તે માતાપિતા ! મનુષ્ય ભવમાં અનેક જાતિ છે. એ પ્રમાણે જેમ પુંડરીક કથામાં કહ્યું તેમ પહેલા કે પછી તે અવશ્ય નાશ પામનાર છે. વળી તે માતાપિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હું – યાવતુ – પ્રવ્રુજિત થવા ઇચ્છું છું ત્યારે માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું–
હે પુત્ર ! તારું શરીર પ્રતિવિશિરૂપ, લક્ષણ, વ્યંજન, ગુણોથી યુક્ત છે. ઉત્તમ બળ, વીર્ય શોભાથી
Jain Education International
For Private & Personal Use Only
For Pri
www.jainelibrary.org