________________
શ્રમણ કથાઓ
૨૭૩
માટે પણ અમે તારો વિયોગ સહન કરી શકીએ તેમ નથી. તેથી હે પુત્ર! જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું મનુષ્ય સંબંધિ કામભોગો ભોગવ. ત્યારપછી જ્યારે અમે કાળધર્મને પ્રાપ્ત થઈએ અને તે પણ પ્રૌઢ થઈ જાય ત્યારે વંશવેલાની સારી રીતે વૃદ્ધિ કરીને, લૌકિક કાર્યોની અપેક્ષા ન રહે પછી અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરજે.
ત્યારે માતાપિતાની આ વાતને સાંભળીને ગજસુકુમાલે માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા ! આપે મને જે કંઈ કહ્યું તે બરાબર છે કે, હે પુત્ર! તું અમારો એકમાત્ર પુત્ર છે, અમારા માટે ઇષ્ટ, કાંત, પ્રિય! મનોજ્ઞ, મનોહર, ધૈર્ય અને આશા વિશ્વાસનું કેન્દ્ર બિંદુ છે. પ્રત્યેક કાર્ય માટે માન્ય, વિશેષરૂપે માન્ય અને અનુમત છે. આભુષણોની પેટી સમાન છે, રત્નોમાં સર્વશ્રેષ્ઠ રત્ન સમાન છે, જીવનનો શ્વાસ છે, હૃદયને આનંદ આપનારો છે. ગૂલરના ફૂલ સમાન છે, જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો પછી દર્શન તો કેટલું દુર્લભ હોય ?
તેથી હે પુત્ર! પણ માત્રનો પણ વિયોગ અમારે માટે અસહ્ય છે. તેથી હે પુત્ર! અમે જીવતા છીએ ત્યાં સુધી મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવ. ત્યારપછી અમે મૃત્યુ પામીએ ત્યારબાદ અને સ્વયં પ્રૌઢાવસ્થાને પ્રાપ્ત કરી લે, કુળ પરંપરાની વેલ વૃદ્ધિગત થઈ જાય, તારા ગૃહસ્થ સંબંધિ કાર્યથી નિવૃત્ત થઈ જા પછી અત્ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક દીક્ષા અંગીકાર કરજે
– પરંતુ તે માતાપિતા ! આ મનુષ્યભવ અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર, આપત્તિઓથી વ્યાપ્ત છે, વિદ્યુતુ સમાન ચંચળ છે, જળના પરપોટા સમાન અનિત્ય છે. ઘાસના અગ્ર ભાગે રહેલા જળબિંદુની સમાન, સંધ્યાની લાલિમા અને સ્વપ્ન દર્શન સમાન ક્ષણસ્થાયી છે. સડન, ગલન, વિધ્વંસનશીલ છે. પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
હે માતાપિતા ! એ કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા લઈને અરિષ્ટનેમિ અઈની પાસે મુંડિત થઈને અને ગૃહત્યાગ કરીને હું અણગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું.
ગજસુકુમાલના ઉક્ત કથનને સાંભળીને પછી માતાપિતાએ ગજસુકમાલકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! દાદા, પરદાદા અને પિતાના પરદાદાની પેઢીઓથી ચાલી આવતી આ ઘણાં જ હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક આદિ સારભૂત ધનસંપત્તિ એટલી અધિક વિદ્યમાન છે કે જે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર આપવામાં આવે, ભોગવવમાં આવે કે વહેંચવામાં આવે તો પણ પૂરી થનારી નથી. તેથી હે પુત્ર! આ મનુષ્ય સંબંધિ ઋદ્ધિ, સત્કાર, સમુન્નત્તિનો અનુભોગ કર અને ત્યારપછી સર્વ સુખાનુભોગી થઈને ગૃહવાસનો ત્યાગ કરી આણગારિક દીક્ષા લેજે.
માતાપિતાની આ વાત સાંભળીને ગજસુકુમાલે કહ્યું, માતાપિતાને આ પ્રમાણે કહ્યું –
હે માતાપિતા ! આપે મને જે આમ કહ્યું કે, હે પુત્ર ! દાદા, પરદાદા અને પિતાના પરદાદાની પરંપરાથી આવેલી આ ઘણાં જ હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક આદિ રૂપ સારભૂત ધનસંપત્તિ ઇચ્છાનુસાર દેતા–ભોગવતા કે ૩/૧૮),
For Private & Personal Use Only
Jain
nation international
www.jainelibrary.org