________________
૨૭૨
આગમ કથાનુયોગ-૩
પર્ષદાને ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે – (૧) સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, (૨) સર્વ મૃષાવાદથી વિરમણ, (૩) સર્વ અદત્તાદાનથી વિરમણ અને (૪) સર્વ પરિગ્રહથી વિરમણ.
ધર્મોપદેશ શ્રવણ કરીને પર્ષદા નીકળી. કૃષ્ણ પણ પાછા ગયા. ૦ ગજસુકુમાલ દ્વારા પ્રવજ્યા માટે અનુમતિ માંગવી :
ત્યારપછી ગજસુકમાલે અત્ અરિષ્ટનેમિ પાસેથી ધર્મશ્રવણ કરી અને અવધારણ કરીને અર્હત્ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ જ પ્રમાણે છે, જે પ્રમાણે આપ નિરૂપણ કરો છો.
અહીં વિશેષ માત્ર એટલું કે, હે દેવાનુપ્રિય ! હું માતાપિતાની આજ્ઞા લઈશ. ત્યારપછી મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા અંગીકાર કરીશ.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી ગજસુકુમાલે અર્હત્ અરિષ્ટનેમિને વંદના-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને, જ્યાં હસ્તિરત્ન હતો, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ હસ્તિરત્ન પર બેસીને સુભટોના સમૂહની સાથે દ્વારિકા નગરીના મધ્યમાંથી થઈને, જ્યાં પોતાનું ભવન હતું, ત્યાં આવ્યો. આવીને હાથી પરથી નીચે ઉતર્યો. ઉતરીને જ્યાં માતાપિતા હતા ત્યાં આવ્યો. આવીને માતાપિતાના ચરણોમાં વંદના કરી. વંદના કરીને આ પ્રમાણે કહ્યું –
હે માતાપિતા ! મેં અર્હત્ અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરેલ છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું, વિશેષ ઇચ્છા કરું છું, મને તે ધર્મ રુચિકર છે.
ત્યારે ગજસુકુમાલના માતાપિતાએ કહ્યું
હે પુત્ર ! તું ધન્ય છે, પુણ્યશાળી છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે કે તે અહંતુ અરિષ્ટનેમિ પાસેથી ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ અને રુચિકર લાગ્યો.
ત્યારે તે ગજસુકુમાલે માતાપિતાને બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે
કહ્યું- .
. હે માતાપિતા ! મેં અત્ અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરેલ છે અને તે ધર્મ મને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ અને રૂચિકર પ્રતીત થયો છે – યાવત્ – તેણે જમાલીની માફક કહ્યું કે, હે માતાપિતા ! હું આપની અનુમતિ પામીને અર્પતુ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. '૦ દેવકી અને ગજસુકુમાલનો સંવાદ :
ત્યારપછી તે દેવકીદેવી તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમનામ, અમૃતપૂર્વ કઠોર વચનોને સાંભળી તથા સમજી વિચારીને આ અને આવા પ્રકારના પુત્રવિયોગ રૂપ મહાન્ માનસિક દુઃખથી દુઃખી થઈને પછડાટ ખાઈને ધડામ કરતી ધરતી પર પડી ગઈ.
ત્યારપછી તે દેવકી દેવી – યાવત્ – વિલાપ કરતી ગજસુકુમાલકુમારને આ પ્રમાણે બોલ્યા- હે પુત્ર ! તું અમારો એક જ પુત્ર છે, ઇષ્ટ છે – યાવત્ – એક ક્ષણને
Jain Education International
For Private & Personal Use Only
Opal Use Only
www.jainelibrary.org