________________
૨૭૦
આગમ કથાનુયોગ-૩
તેથી હે દેવાનુપ્રિય ! આજ્ઞા આપો કે હું શું કરું ? શું આપું? શું અર્પિત કરું? આપના હૃદયની ઇચ્છા શું છે ?
ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ તે હરિર્ઝેગમેષી દેવને આકાશમાં ઉભેલો જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયા અને પૌષધને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને બંને હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી, આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય! મારા એક સહોદર લઘુભ્રાતાનો જન્મ થાય, એવી મારી ઇચ્છા છે. ત્યારે તે હરિગમેલી દેવે કૃષ્ણ વાસુદેવને આમ કહ્યું
હે દેવાનુપ્રિય ! દેવલોકથી એક દેવ આયુષ્ય પૂર્ણ થયા પછી ઍવિત થઈને તમારા સહોદર નાના ભાઈના રૂપમાં જન્મ લેશે અને બાલ્યાવસ્થા વ્યતીત થયા પછી વિનય આદિ ગુણોથી સંપન્ન થઈને યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ અત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા સ્વીકાર કરશે.
તે હરિર્ઝેગમેષીદેવે કૃષ્ણ વાસુદેવને બીજી વખત, ત્રીજી વખત પણ પૂર્વોકત પ્રકારે કહ્યું અને કહીને જે દિશાથી આવ્યો હતો, એ જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ કૃણ વાસુદેવ દ્વારા દેવકીને આશ્વાસન :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ પૌષધશાળાથી બહાર નીકળ્યા. દેવકીદેવી હતા, ત્યાં આવ્યા. આવીને તેમણે દેવકીદેવીના ચરણમાં વંદના કરી, કરીને આ પ્રમાણે કહ્યું
મારો એક સહોદર એવો નાનો ભાઈ થશે. આપ ચિંતા ન કરો. એ પ્રમાણે કહીને ઇષ્ટ – થાવત્ – વચનોથી દેવકી દેવીને આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને જે દિશામાંથી આવ્યા હતા, એ જ દિશામાં પાછા ગયા. ૦ ગજસુકુમાલ જન્મ અને વિકાસ :
ત્યારપછી કોઈ એક દિવસે દેવકીદેવીએ પોતાના શયનકક્ષમાં પુણ્યશાળીઓને યોગ્ય શય્યા પર સુતા સુતા – યાવત્ – સ્વપ્નમાં સિંહને જોઈને જાગ્યા – યાવત્ – તેણીએ ગર્ભ ધારણ કર્યો.
ત્યારપછી નવ માસ પૂર્ણ થયા. ત્યારે દેવકી દેવીએ જ્યાં પુષ્પ, રક્ત બંધુ જીવક, લાક્ષારસ, સરસ પારિજાત અને ઉદય થતા એવા સૂર્યના સમાન પ્રભાવાળા અને સર્વજનોના નયનોને સુખ દેનાર, સુકુમાલ હાથ–પગવાળા – યાવત્ – સુંદર ગજના (હાથીના) તાળવા સમાન સુકોમળ બાળકને જન્મ આપ્યો.
જે પ્રમાણે મેઘકુમારના જન્મ સમયે તેના માતાપિતાએ મહોત્સવ કર્યો હતો, તે જ પ્રમાણે દેવકી અને વાસુદેવે જન્મ મહોત્સવ કર્યો હતો અને તેઓએ વિચાર કર્યો કે આ બાળક હાથીના (ગજના) તાળવા સમાન અત્યંત સુકોમળ છે, તેથી તેનું નામ ગજસુકુમાલ થાઓ. આવો વિચાર કરીને માતાપિતાએ તે બાળકનું નામ ગજસુકુમાલ રાખ્યું.
ગજસુકુમાલના બાલ્યકાળથી યૌવને સુધીનું વૃત્તાંત મેઘકુમાર સમાન જાણવું – થાવત્ – તે ભોગ ભોગવવા માટે સમર્થ થઈ ગયો. ૦ ગજસુકુમાલને માટે સોમા કન્યાની યાચના :
તે દ્વારિકા નગરીમાં સમૃદ્ધિશાળી – યાવત્ – અપરાજેય તથા ઋગ્વદ – યાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org