________________
૨૬૮
આગમ કથાનુયોગ-૩
નિહાર, વિહાર આદિ ક્રિયા કરતી હતી.
ત્યારપછી તે સુલસા ગાથાપત્નીના ભક્તિ, બહુમાન અને શુશ્રુષાથી હરિર્ઝેગમેલી દેવ આરાધિત–સિદ્ધ થયા.
ત્યારે તે હરિશૈગમેષી દેવ સુલસા ગાથાપત્નીની અનુકંપાથી સુલસા ગાથાપત્ની અને તમને સમકાળે જ ઋતુવંતી કરતો હતો. જેના કારણે તમે બંને સમાનકાળે ગર્ભધારણ કરતા હતા. સાથે જ ગર્ભનું પાલન કરતા અને સાથે જ તમે બંને એક સમયે બાળકને જન્મ આપતા હતા.
ત્યારે તે સુલસા ગાથાપત્ની મૃત બાળકને જન્મ દેતી હતી.
ત્યારપછી તે હરિગૅમમેષીદેવ સુલતાગાથા પત્નીની અનુકંપાને માટે મૃત બાળકને હથેળીમાં લેતો, લઈને તમારી પાસે આવતો. તે જ સમયે તમે પણ નવ માસ વીત્યા બાદ સુકુમાલ બાળકને જન્મ આપતા હતા. હે દેવાનુપ્રિયે ! તમને જે પણ પુત્ર થતા, તેને તમારી પાસેથી કરતલ સંપુટમાં ગ્રહણ કરતો, કરીને સુલતાગાથાપત્નીની પાસે રાખી દેતો.
તેથી હે દેવકી ! તે બધાં તમારા જ પુત્રો છે. પણ સુલસા ગાથાપત્નીના નથી. ૦ દેવકીને હર્ષ અને પુત્રની ઈચ્છા :
ત્યારપછી તે દેવકીદેવી અહંતુ અરિષ્ટનેમિ પાસેથી આ વાતને સાંભળી અને મનમાં અવધારી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિયુક્ત મનવાળી, પરમ સૌમનસ અને હર્ષને વશ વિકસિત હૃદયવાળી થઈને અર્પત અરિષ્ટનેમિને વંદન–નમસ્કાર કરે છે, વંદન– નમસ્કાર કરીને જ્યાં તે છ એ અણગારો હતા, ત્યાં આવી, આવીને તે છ એ અણગારોને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને સ્તનોથી દૂધ પ્રસ્ત્રવણ કરનારી અને હર્ષાશ્રુઓ વડે પરિપૂર્ણ નેત્રવાળી થઈ.
પુત્રપ્રેમના–અતિરેકથી તેની કંચુકીના બંધન ઢીલા થઈ ગયા અને ભૂજાઓના આભુષણ તંગ થઈ ગયા. તેમજ મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ રોમાંચિત થતી એવી તે એ છ એ અણગારોને અપલક દૃષ્ટિ વડે જોતી–જોતી, ઘણાં સમય સુધી નિરખતી રહી, નિરખીને પછી વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને જ્યાં અહંતુ અરિષ્ટનેમિ બિરાજી રહ્યા હતા, ત્યાં આવી, આવીને અર્હત્ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા
– વંદન–નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન પ્રવર પર બેઠી બેસીને જ્યાં દ્વારિકા નગરી હતી ત્યાં આવી. આવીને દ્વારિકા નગરીમાં અનુપ્રવિષ્ટ થઈ, પ્રવેશીને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાન સભા હતી, ત્યાં આવી. ઉત્તમ ધાર્મિકયાનથી નીચે ઉતરી, ઉતરીને જ્યાં પોતાનું વાસગૃહ હતું, જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવી, ત્યાં આવીને પોતાની શય્યા પર બેસી ગઈ.
ત્યારપછી તે દેવકી દેવીને આ માનસિક – યાતવું – સંકલ્પ ઉત્પન્ન થયો–
મેં સમાન આકૃતિવાળા, રૂપ, રંગ – યાવત્ – નલ કૂબેરની સમાન સાતપુત્રોને જન્મ આપ્યો. પરંતુ એકના પણ બાળત્વનો મેં અનુભવ કર્યો નહીં. આ વાસુદેવ કૃષ્ણ પણ છ–છ મહિના પછી મારી પાસે પગે લાગવા આવે છે. તેથી હું માનું છું કે તે માતાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org