________________
૨૬૬
આગમ કથાનુયોગ-૩
ત્યારે તે દેવકીરાણી તે અણગારને આવતા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈ, આસનેથી ઉઠી, મસ્તકે અંજલી જોડી, સાત-આઠ કદમ સન્મુખ ચાલી. તેઓને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. કરીને જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી. આવીને સિંકેશરા લાડુનો થાળ ભર્યો અને તે અણગારોને પ્રતિલાભિત કર્યા. પછી વંદના–નમસ્કાર કર્યા. કરીને તેમને પ્રતિવિસર્જિત કર્યા.
ત્યારપછી ત્રીજા સંઘાટક (મુનિ યુગલ) દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે નીકળ્યા. ભ્રમણ કરતા વસુદેવ રાજાની રાણી દેવકીના ઘરમાં પ્રવેશ કર્યો. ૦ દેવકીનો સંશય અને અણગારોનો ઉત્તર :
ત્યારપછી દેવકી રાણીએ તે અણગારોને આવતા જોયા, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થઈ, આસનથી ઊભી થઈ મસ્તકે અંજલિ જોડીને સાત-આઠ ડગલા સામે ગઈ. ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી, આવીને સિંકેશરા લાડુનો થાળ લીધો. તે અણગારોને પ્રતિલાભિત કર્યા. પ્રતિલાભિત કરીને આ પ્રમાણે કહ્યું
' હે દેવાનુપ્રિયો ! કૃષ્ણવાસુદેવની આ નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી – યાવત્ – પ્રત્યક્ષ દેવલોક સદશ દ્વારિકા નગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા એવા શ્રમણ નિગ્રંથોને શું આહાર-પાણી મળતા નથી ? જેને કારણે તેના તે જ કુળમાં આહાર–પાણીને માટે વારંવાર આવવું પડે છે ?
ત્યારે તે અણગારો એ દેવકી રાણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! કૃષ્ણ વાસુદેવની – યાવત્ – દેવલોક સદશા આ દ્વારિકા નગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા શ્રમણ નિગ્રંથોને આહાર-પાણી મળતા નથી એવી વાત છે જ નહીં અને તેઓ કદિ એ જ કુળમાં બીજી વખત આહાર–પાણીના નિમિત્તે પ્રવેશ પણ કરતા નથી.
પરંતુ હે દેવાનુપ્રિયા ! (ખરેખર) અમે ભદ્દિલપુર નગરના નાગ ગાથાપતિના પુત્રો અને તેની પત્ની સુલતાના આત્મજ એવા સમાનરૂપવાળા, સમાન આકૃતિવાળા, સમાન વય વાળા, નીલકમલ, ભેંસના શીંગડાની અંદરનો ભાગ, અલસીના પુષ્પ સમાન નીલવર્ણવાળા, શ્રીવત્સ અંકિત વક્ષસ્થળવાળા, ફૂલોની સમાન કોમળ અને કુંડલની સમાન ઘુંઘરાળા વાળવાળા, ગુણ અને રૂપમાં નલકુબેરની સમાન એવા છ સહોદર ભાઈઓ છીએ.
અહંતુ અરિષ્ટનેમિ પાસેથી ધર્મશ્રવણ કરીને સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત થઈ, મુંડિત થઈ ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા લીધી છે.
ત્યારપછી અમે લોકોએ જે દિવસથી દીક્ષા લીધી, તે જ દિવસથી અહંતુ અરિષ્ટનેમિને વંદના–નમસ્કાર કરીને આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો છે કે હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને જીવનપર્યતને માટે નિરંતર છઠ–છઠ તપ કર્મપૂર્વક સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા અમે વિચરવા ઇચ્છિએ છીએ.
ત્યારે ભગવંતે કહેલું કે, તમને સુખ ઉપજે તેમ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org