________________
શ્રમણ કથાઓ
૨૬૭
ત્યારથી અમે અહંતુ અરિષ્ટનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને માવજીવનને માટે છઠ–છઠ ભક્તની તપશ્ચર્યા કરતા વિચરીએ છીએ. આજે છઠ ભક્તનું પારણું હોવાથી અમે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરે અત્ અરિષ્ટનેમિની આજ્ઞા લઈને ત્રણ સંઘાટકરૂપે દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતા આપના ઘરમાં પ્રવેશ કર્યો.
તેથી હે દેવાનુપ્રિયા ! જે પહેલા આવ્યા હતા તે અમે નથી, અને બીજા જ છીએ. આ પ્રમાણે તેમણે દેવકી દેવીને કહ્યું, કહીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ દેવકીની વિચારણા–ભગવંત દ્વારા સમાધાન :
ત્યારપછી તે દેવકીદેવીને આ આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું નાની હતી તે સમયે પોલાસપુર નગરમાં અતિમુક્તકકુમાર શ્રમણે મને કહેલું હતું કે, હે દેવાનુપ્રિયા ! તું સમાન આકૃતિ, રૂપ, રંગ – યાવત્ – નલકૂબેર સમાન આઠ પુત્રોને જન્મ આપીશ. આ ભરત વર્ષક્ષેત્રમાં બીજી કોઈ માતા આવા પુત્રોને જન્મ આપશે નહીં. આ કથન મિથ્યા સિદ્ધ થયું.
- કેમકે અહીં પ્રત્યક્ષ જ દેખાઈ રહ્યું છે – ભરત વર્ષક્ષેત્રમાં બીજી માતાએ પણ આ પ્રકારના પુત્રોને જન્મ આપેલ છે. તેથી હું અહંતુ અરિષ્ટનેમિની પાસે જઉ અને વંદના કરું, વંદના કરીને આ અને આવા પ્રકારનો પ્રશ્ન પૂછું – આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રકારે કહ્યું
હે દેવાનુપ્રિયો ! ઉત્તમ ધાર્મિક રથને જોડીને જલ્દીથી લાવો. તેઓ પણ એ જ પ્રમાણે રથ લાવે છે. દેવાનંદાની માફક – યાવત્ – પર્ફપાસના કરવા લાગી.
ત્યારપછી અર્હત્ અરિષ્ટનેમિએ દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવકી ! આજ તમને આ છ અણગારોને જોઈને આ આવા પ્રકારનો માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો છે કે પોલાસપુર નગરમાં અતિમુક્તક કુમાર શ્રમણે મને બાલ્યાવસ્થામાં આ પ્રમાણે કહ્યું હતું – ઇત્યાદિ. તે મુજબ – યાવત્ – નીકળીને જલ્દીથી મારી પાસે આવ્યા છો. હે દેવકી ! શું મારી આ વાત સત્ય છે ?
(દેવકી) હાં છે.
હે દેવાનુપ્રિયા ! તે કાળે, તે સમયે ભકિલપુર નગરમાં નાગ નામક ગાથાપતિ રહેતા હતા. જે ધનધાન્યથી પરિપૂર્ણ અને બીજાથી પરાભવ પ્રાપ્ત કરનારો ન હતો. તે નાગ ગાથાપતિને સુલસા નામે પત્ની હતી.
તે સુલસા ગાથાપત્ની જ્યારે બાલિકા હતી. ત્યારે નૈમિતિકોએ આ પ્રમાણે કહ્યું હતું કે, આ બાલિકા નિંદ્ર (મૃત બાળકને જન્મ દેનારી) થશે.
ત્યારપછી તે સુલસા બાલ્યકાળમાં જ હરિર્ઝેગમેષી દેવની ભક્ત બની ગઈ તેણીએ હરિશૈગમેલી દેવની પ્રતિમા બનાવી, બનાવીને પ્રાતઃકાળમાં જ સ્નાન કરીને બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી, ભીની સાડી પહેરીને દેવતાને યોગ્ય પુષ્પાર્ચન કરતી હતી. પુષ્પાર્ચન કરીને, ઘુંટણ ઝૂકાવીને પ્રણામ કરતી, પ્રણામ કરીને પછી આહાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org