________________
આગમ કથાનુયોગ–૩
વહેંચતા પણ સાત પેઢી સુધી સમાપ્ત થનારી નથી. તેથી હે પુત્ર ! આ મનુષ્યસંબંધિ વિપુલ સમૃદ્ધિ, સત્કાર અને સન્માનનો અનુભોગ કર. ત્યારપછી સર્વ પ્રકારના ભોગો ભોગવી અર્હ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આણગારિક પ્રવ્રજ્યા ધારણ કરજે – તે ઠીક છે
૨૭૪
પરંતુ હે માતાપિતા ! આ હિરણ્ય આદિ સારભૂત ધનસંપત્તિ અગ્નિ સાધ્ય, ચોર સાધ્ય, રાજ્ય સાધ્ય, દાય સાધ્ય, મૃત્યુ સાધ્ય છે. અર્થાત્ આ નિમિત્તોથી અવશ્ય જનારી છે. વળી તે સડન, ગલન, વિધ્વંસન સ્વભાવયુક્ત છે. પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનારી છે. વળી એ કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ?
તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અર્હત્ અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી હું અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
ત્યારપછી માતાપિતા જ્યારે આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપના દ્વારા (વિશિષ્ટ વાણી દ્વારા) સમજાવવા, બુઝાવવા, સંબોધન કરવા અને અનુનય વિનય કરવા છતાં પણ ગજસુકુમાલ કુમારને વિષયાભિમુખ કરવામાં સફળ ન થયા ત્યારે વિષય પ્રતિકૂળ અને સંયમ પ્રત્યે ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપના વાણીથી આમ કહ્યું– હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતિય, પરિપૂર્ણ, નિશ્ચયથી મોક્ષ પ્રાપ્ત કરાવનાર, અત્યંત શુદ્ધ, શલ્યનાશક, સિદ્ધિ માર્ગ, મુક્તિ માર્ગ, નિર્માણ માર્ગ, નિર્વાણ માર્ગ અને સર્વે દુઃખોના નાશનો માર્ગ છે. (તે ચોક્કસ છે).
(તો પણ) તે સર્પ સમાન લક્ષ્ય પ્રતિ નિશ્ચલ એકાંત દૃષ્ટિવાળું છે છરાની સમાન એક ધારવાળું છે. લોઢાના જવ ચાવવા જેવું છે, રેતીના કોળીયા જેવું નિસ્સાર છે. ગંગાનદીના ઉલટા વહેણમાં તરવા જેવું છે. ભુજાઓ દ્વારા મહાસમુદ્ર પાર કરવા સમાન છે. તીક્ષ્ણ ધાર પર આક્રમણ કરવા સમાન છે. ગળામાં વજન લટકાવવા સમાન છે. તલવારની ધાર પર ચાલવા સમાન છે.
-
-
વળી હે પુત્ર ! શ્રમણ નિગ્રંથોને આધાકર્મી, ઔદ્દેશિક, ક્રીતકૃત, સ્થાપિત, રચિત, દુર્ભિક્ષ ભક્ત, કાંતાર ભક્ત, વર્કલિકા ભક્ત, ગ્લાન ભક્ત, મૂળ, કંદ, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન લેવું અને ખાવું કલ્પતું નથી.
હે પુત્ર ! તું સુખમાં ઉછરેલો હોવાથી સુખ સમુચિત છો, દુઃખ સહેવા યોગ્ય નથી. ઠંડી—ગરમી, ભૂખ–તરસ સહન કરવા સમર્થ નથી. વાત, પિત્ત, કફ કે મિશ્ર રોગો, સન્નિપાત આદિ વિવિધ રોગાંતકોને, ઉચ્ચ—નીચ ઇન્દ્રિય પ્રતિકૂળ વચનો અને કાર્યોને, બાવીશ પરીષહો અને ઉપસર્ગો અદીન થઈ સારી રીતે સહેવા પડશે. તેથી હે પુત્ર! મનુષ્ય સંબંધી કામભોગોનો ભોગોપભોગ કર અને ભુક્ત ભોગી થઈ પછી અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા અંગીકાર કરજે.
ત્યારપછી ગજસુકુમાલકુમારે માતાપિતાની ઉક્ત વાત સાંભળીને માતાપિતાને આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! આપે જે મને કહ્યું તે ઠીક છે કે, હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે યાવત્ - સર્વ દુઃખનું નાશક છે. સર્પ સમાન એક લક્ષ્યવાળુ છે - યાવત તલવારની ધાર પર ચાલવા સમાન છે. વળી શ્રમણ નિગ્રંથોને આધાકર્મી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-----