________________
શ્રમણ કથાઓ
શોધવા લાગ્યો, માર્ગણા—ગવેષણા કરી, પરંતુ ખબર ન પડી કે દેવદત્તદારકને કોઈ લઈ ગયું અથવા કોઈએ તેનું અપહરણ કરી લીધું છે અથવા કોઈ તેને લલચાવી ગયું છે. આ પ્રમાણે તેણે ધન્ય સાર્થવાહના પગમાં પડીને સર્વ વૃત્તાંત જણાવ્યો.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ પંથક દાસચેટકની આ વાતને સાંભળીને અને હૃદયમાં અવધારીને મહાન્ પુત્રશોકથી વ્યાકુળ થઈને કુહાડીથી કપાયેલા ચંપકવૃક્ષની માફક પછડાટ ખાઈને સર્વાંગથી જમીન પર પડી ગયો.
ત્યારપછી કેટલીક ક્ષણો બાદ ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયો, માનો કે તેના પ્રાણ પાછા આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારે તરફ તપાસ કરાવી. પણ ક્યાંય દેવદત્ત બાળકનો પત્તો ન લાગ્યો. શ્રુતિ કે પ્રવૃત્તિ ન મળી, તો પોતાના ઘેર પાછો આવ્યો. આવીને બહુમૂલ્ય ભેટ લીધી, લઈને જ્યાં નગરરક્ષક હતો ત્યાં પહોંચ્યો, પહોંચીને તે બહુમૂલ્ય ભેટ તેની સામે રાખી અને પછી આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! મારો પુત્ર અને ભદ્રાભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઇષ્ટ છે યાવત્ - ગૂલરના ફૂલ સમાન જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે. તો પછી દર્શનનું તો કહેવું જ શું ? ત્યારપછી ધન્ય સાર્થવાહે કહ્યું – ભદ્રાએ દેવદત્તને સ્નાન કરાવી અને સર્વ અલંકારોથી વિભૂષિત કરીને પંથકના હાથોમાં સોંપી દીધેલ હતો – યાવત્ પંથકે મારા પગે પડીને તે ગુમ થયાનું મને નિવેદન કરેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! હું ઇચ્છું છું કે તમે બધી જગ્યાએ દેવદત્ત બાળકની માર્ગણા—ગવેષણા (શોધ-ખોળ) કરો.
ત્યારપછી તે નગરરક્ષક ધન્ય સાર્થવાહના આ વૃત્તાંતને સાંભળી કવચ–બખ્તર પહેરી બાંધીને, ધનુષુ પર પ્રત્યંચા ચઢાવીને ગળામાં રક્ષા માટે ત્રૈવેયક બાંધીને, પોતપોતાના શ્રેષ્ઠ સંકેત પટ્ટકોને લગાવીને આયુધ અને પ્રહરણ ગ્રહણ કરી ધન્ય સાર્થવાહ સાથે રાજગૃહ નગરના નીકળવાના અનેક માર્ગો યાવત્ – પાણીની પરબ આદિમાં માર્ગણા—ગવેષણા કરતા કરતા રાજગૃહનગરની બહાર નીકળ્યા. નીકળીને જ્યાં જીર્ણઉદ્યાન હતો. જ્યાં ભકૂવો હતો, ત્યાં આવીને તેમાં દેવદત્ત બાળકને નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ, નિર્જીવ શરીરને જોયું, જોઈને હાય હાય ! ઘણું ખરાબ થયું ! એમ કહીને દેવદત્ત બાળકને તે ભગ્ન કૂવામાંથી બહાર કાઢ્યો, ધન્ય સાર્થવાહને સોંપી દીધો. ૦ વિજય ચોરનો નિગ્રહ :
-
—
૨૨૭
Jain Education International
ત્યારપછી તે નગર રક્ષક વિજય ચોરના પગના નિશાનોનું અનુકરણ કરતા-કરતા, માલુકાકચ્છ પહોંચ્યા, પહોંચીને માલુકા કચ્છમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સાક્ષીપૂર્વક ચોરીના માલની સાથે તેને ગર્દનથી બાંધી અને જીવતો પકડી લીધો. પકડીને અસ્થિ, મુષ્ટિ, ઘૂંટણ અને કોણીઓ પર મારી–મારીને તેના શરીરને ભગ્ન અને મથિત કરી દીધું. પછી તેની ગર્દન અને પીઠ તરફ પાછળ તેના બંને હાથ બાંધી દીધા. દેવદત્ત બાળકના આભુષણ કબ્જામાં લીધા પછી વિજયચોરને ગર્દનેથી બાંધીને માલુકાકચ્છથી બહાર નીકળ્યા.
-
ત્યાંથી નીકળીને રાજગૃહ નગરમાં આવ્યા, પ્રવેશ કર્યો અને નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ આદિમાં કોરડાના પ્રહાર, છિવપ્રહાર અને લતાપ્રહારથી મારી મારીને અને તેના ઉપર રાખ, ધૂળ અને કચરો નાંખીને તેજ અવાજથી
For Private & Personal Use Only
www.jainelibrary.org