________________
શ્રમણ કથાઓ
૨૫૩
૦ આગમ સંદર્ભ :ઠા. ૬૬૪;
નાયા. ૮૧, ૮૯, ––– » –– . ૦ અદીનશત્રુ કથાનક :
કુર નામના જનપદમાં હસ્તિનાપુર નામના નગરનો રાજા હતો. તે ભીમલિ કુંવરીને પરણવા ઇચ્છતો હતો. પણ ભીમલિ દ્વારા પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ – “તીર્થકર મલિ.”
૦ આગમ સંદર્ભ – ઠા ૬૬૪;
નાયા ૮૧, ૯૧; – – ૪ – ૦ જિતશત્રુ કથાનક :
પાંચાલ જનપદના કંપિલપુર નગરનો રાજા હતો. તેને ધારિણી આદિ ૧૦૦૦ રાણીઓ હતી. તે ભીમલ્લિકુંવરીને પરણવા ઇચ્છતો હતો. પણ ભ.મલ્લિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી, મોક્ષે ગયા. કથા જુઓ “તીર્થકર મલિ.”
૦ આગમ સંદર્ભ :નાયા. ૮૧, ૯૨, ૯૩, , ૧૦૯;
– » –– » –– ૦ પાંડવ કથા :
હસ્તિનાપુરના રાજા પાંડુને પાંચ પુત્રો હતા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડુ રાજાના પુત્રો હોવાથી તે પાંડવ કહેવાતા હતા. ૦ પાંડવોનો પૂર્વભવ :
અચલગ્રામ નામે એક નગર હતું. ત્યાં ચાર કૌટુંબિકો અર્થાત્ ગૃહસ્થ કે ગાથાપતિ રહેતા હતા. તેઓના નામ અનુક્રમે (૧) સુરતિક, (૨) શતકદેવ, (૩) શ્રમણક અને (૪) સુભદ્ર હતા.
એક વખત તેઓ કોઈ પર્વતની ગુફામાં કોઈ ક્ષપણક અર્થાત્ તાપસને જોવાને માટે ગયેલા હતા. તેઓએ ત્યાં તપથી કલાન્ત થઈ વિશ્રામ લેતા તપસ્વીને વિનયપૂર્વક માન્યા. નિર્દોષ એવો તપ મહિમા કર્યો.
ત્યારપછી તે પાંચે એ યશોધર મુનિ પાસેથી ધર્મ સાંભળીને – સમજીને પહેલા તો સારી રીતે શ્રાવકધર્મ અંગીકાર કર્યો, પછી તીવ્ર સંવેગ પામીને તેઓએ નિષ્ક્રમણ કર્યું. મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને યશોધરમુનિ પાસે પ્રવ્રજિત થયા.
સુગ્રહિત જિનવચનરૂપી અમૃત થકી પરિપુષ્ટ તેમજ શીલરૂપી સુગંધ વડે સંપન્ન થયેલા તે પાંચે વાસુપૂજ્ય જિનવરના શાસનમાં થયેલા તે ગુરુ ભગવંત સમીપે વિચરવા લાગ્યા. ત્યારપછી તપ વડે આત્માને ભાવિત કરતા તેઓએ કનકાવલી, મુક્તાવલી, રત્નાવલી, સિંહનિષ્ક્રિડિત અને વર્ધમાન આયંબિલ તપ સંવેગપૂર્વક કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org