________________
શ્રમણ કથાઓ
૨૫૧
પાણી બતાવ્યા. બતાવીને સ્થવીર ભગવંતોની આજ્ઞા પ્રાપ્ત કરીને મૂછહીન થઈને – ચાવત્ – જેમ સર્પ બિલમાં સીધો પ્રવેશ કરે છે, તે જ પ્રકારે તે પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યને શરીરરૂપી કોઠામાં નાંખી દીધો.
ત્યારપછી કાલાતિક્રાંત રસહીન, વિરસ, ઠંડા અને રસ ભોજન-પાણીનો આહાર કરીને અને મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણામાં તત્પર તે પુંડરીક અણગારને તે આહાર સમ્યક્ રૂપે પરિણત થયો નહીં.
તે સમયે તે પુંડરીક અણગારના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. જે અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ચંડ, દુઃખપ્રદ અને દુસ્સહ હતી. શરીરમાં પિત્તજ્વર વ્યાપ્ત થઈ જવાથી તેના દાહથી પીડિત થઈને વિચરવા લાગ્યા.
ત્યારપછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પુરુષાકાર પરાક્રમથી વિહીન થઈ ગયા. તેમણે પોતાના બંને હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું
સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત અરિહંત ભગવંતોને મારા નમસ્કાર થાઓ, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક સ્થવીર ભગવંતોને નમસ્કાર થાઓ. પહેલા પણ મેં સ્થવીરોની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરેલ છે – યાવત્ – સમસ્ત બહિદ્વાદાન (મૈથુન–પરિગ્રહ)નું પ્રત્યાખ્યાન કરેલ છે. આ સમયે પણ પુનઃ હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાત – યાવત્ – સમસ્ત બહિદ્ધાદાનનું પ્રત્યાખ્યાન કરું છું.
– સર્વ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું પ્રત્યાખ્યાન કરું છું. માવજીવન માટે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. જો કે આ શરીર ઇષ્ટ અને કાંત પણ છે, તો પણ અંતિમ ઉચ્છવાસ નિઃશ્વાસે તેનો પણ ત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને આલોચના, પ્રતિક્રમણ કરીને કાલ માસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમ આયુવાળા દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાંથી અનન્તર ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. બોધિ પ્રાપ્ત કરશે, મુક્તિ પ્રાપ્ત કરશે, પરિનિવૃત્ત થશે અને સમસ્ત દુ:ખોનો અંત કરશે. ૦ પુંડરીક કથા નિષ્કર્ષ :
આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે નિગ્રંથ કે નિર્ગથી આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા અંગીકાર કરીને મનુષ્ય સંબંધી કામભોગોમાં આસક્ત થતા નથી. અનુરાગ કરતા નથી, ગૃદ્ધ થતા નથી, મૂર્શિત થતા નથી, અત્યંત આસક્ત થતા નથી, લેપાતા નથી, તેઓ આ ભવમાં ઘણાં જ શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓને અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલકારક, દેવ અને ચૈત્ય સમાન ઉપાસના કરવાને યોગ્ય થાય છે.
પરલોકમાં પણ વિવિધ પ્રકારના દંડ, નિગ્રહ, તર્જન અને તાડનના અધિકારી થતા નથી – યાવત્ – ચતુર્ગતિક રૂપ સંસાર કાંતારને પાર કરી જાય છે. જે રીતે પંડરીક અણગાર પાર કરી ગયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org