________________
શ્રમણ કથાઓ
૨૫૭
૦ ગૌતમ અણગારની શત્રુંજયે સિદ્ધિ :
ત્યારપછી કોઈ એક સમયે અત્ અરિષ્ટનેમિએ દ્વારિકા નગરીના નંદન વનથી વિહાર કર્યો અને બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગૌતમ અણગાર કોઈ સમયે જ્યાં અહેતુ અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને અર્પતુ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ--પ્રદક્ષિણા કરી કરીને વંદન–નમસ્કાર કર્યા. કરીને બોલ્યા
હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું માસિક ભિક્ષુ પ્રતિમા સ્વીકાર કરવાને ઇચ્છું છું. એ પ્રમાણે સ્કંદકની પેઠે બારે ભિક્ષુ પ્રતિમાની આરાધના કરી. (કથા જુઓ ઢંક) આરાધના કરીને ગુણરત્ન સંવત્સર તપ કર્યો. જે પ્રમાણે સ્કંદકે વિચાર કરેલો અને પૂછેલું હતું, તે જ પ્રકારે ગૌતમ (અણગારે) પણ વિચાર કર્યો અને આજ્ઞા લીધી. તથા એ જ પ્રકારે સ્થવીરો સાથે શત્રુંજય પર્વત પર આરોહણ કર્યું.
ત્યારે તે ગૌતમ અણગાર બાર વર્ષના શ્રમણપર્યાયનું પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ બનાવીને અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને – થાવત્ – સર્વોત્તમ કેવળજ્ઞાન-દર્શન પ્રગટ કરી અંતકૃત્ કેવલી થઈ સિદ્ધપદ પામ્યા.
૦ આગમ સંદર્ભ :– અંત. ૨ થી ૫,
– ૪ – ૪ – ૦ સમુદ્ર કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “સમુદ્ર” કુમાર હતું. તેને ગૌતમ આદિ બીજા નવ ભાઈઓ પણ હતા. આ સમુદ્રકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરીને અંતે એક માસનું અનશન કરીને અંતકૃત્ કેવલી થઈને શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા.
સમુદ્રકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :અંત. ૨, ૬;
– ૪ – ૪ – ૦ સાગર કથા :
બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “સાગર” કુમાર હતું. તેને ગૌતમ આદિ બીજા નવ ભાઈઓ હતા. સાગર કુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરીને અંતે એક માસનું અનશન કરીને અંતકૃત્ કેવલી થઈ શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા.
સાગરકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :
અંત. ૨, ૬; ૩/૧૭ |
For Private & Personal Use Only
Jain Adidation international
www.jainelibrary.org