________________
શ્રમણ કથાઓ
૨૫૫
પામ્યા ત્યાં સુધી ઉપસર્ગ થયેલો.
બાકીના પાંડુ પુત્રો પણ પાદપોપગમન અનશન કરીને સર્વે (પાંચ) મુનિ નિવૃત થયા. આ પ્રમાણે તે ધૃતિસંપન્ન મુનિઓ અન્ય બધાં દુઃખોથી મુક્ત થયા. (અહીં નાયાધમકહા-મુજબ તો શત્રુંજય ગિરિ પર જઈ પાંચે પાંડવોએ અનશન કર્યું અનુક્રમે મોક્ષે ગયા તે જ વાતનો નિર્દેશ છે.)
શેષ સંપૂર્ણ કથાનક માટે દ્રૌપદીની કથા જોવી. ૦ આગમ સંદર્ભ :ઠા.મૂ. ૯૮૨ ની 9 નાયા. ૧૭૦ થી ૧૮૨;
અંત. ૨૦; પહા.મૂ. ૨૦ ની વૃ મરણ ૪૫૦ થી ૪૬૫, નિસી.ભા. ૯૩, ૨૯૯ની ચૂત આવ.ચૂ.૧– ૪૯૨; ૨- ૧૯૭, ૩૦૬;
આવનિ ૮૬૪ ની ,
૦ તેતલિપુત્ર કથા :- (પ્રત્યેકબુદ્ધ – જુઓ વિ. પૂ. ૧–પૃ. ૫૦૧)
તેતલિપુરના નગરના મંત્રી અને ભદ્રાના પુત્રનું નામ તેતલિપુત્ર હતું. તે અનુક્રમે તેતલિપુર નગરના રાજા કનગરથનો મંત્રી બન્યો. તેની પત્ની પોટિલા હતી. પોટિલાએ દીક્ષા લીધી. મૃત્યુબાદ દેવ બની. તેના પ્રતિબોધથી તેતલિપુત્રે દીક્ષા લીધી. કેવળપામી મોક્ષે ગયા – (કથા જુઓ પોટિલા)
૦ આગમ સંદર્ભ :સૂય.૨. ૨૮; નાયા. ૧૪૮ થી ૧૫૬;
વિવા. ૩૪; આવ.ચૂ. ૧–પૃ. ૪૯૯ થી પ૦૨, આવ.નિ. ૮૭ ની ..
ઋષિ.અ.૧૦
૦ ગૌતમ કથા - બારાવતી નગરી અને કૃણ રાજા :
તે કાળે, તે સમયે બારાવતી નામની નગરી હતી. જે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી, જેનું નિર્માણ સ્વયં કુબેરે પોતાની બુદ્ધિ કૌશલ્યથી કરેલ હતું. તે નગરી સુવર્ણના પ્રાકાર અને અનેક પ્રકારના પંચરંગી મણિઓથી જડિત કાંગરાથી સુસજ્જિત અને શોભનીય હતી, જેની તુલના અલકાપુરી (દેવનાગરી) સાથે કરાતી હતી. ક્રીડા, પ્રમોદ આદિની સમસ્ત સામગ્રી વડે પરિપૂર્ણ હતી. સાક્ષાત્ દેવલોક સ્વરૂપા હતી. પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતી.
તે બારાવતી (દ્વારિકા) નગરીની બહાર ઇશાન ખૂણામાં રૈવતક નામક પર્વત હતો. તે રૈવતક પર્વત પર નંદનવન નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનના ઠીક મધ્ય ભાગમાં સુરપ્રિય નામક યક્ષાયતન હતું. જેને પૂર્વ પુરુષોએ દીર્ધકાળ–પ્રાચીન કહેલું હતું. તે યક્ષાયતન એક વનખંડથી ઘેરાયેલ હતું. તે વનખંડની વચ્ચોવચ્ચ એક શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું.
તે બારાવતી (દ્વારિકામાં) કૃષ્ણ વસુદેવ નામક મહાનું રાજા રાજ્ય કરતો હતો. તે (કૃષ્ણ વાસુદેવ) તે દ્વારિકા નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર, બળદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org